દિલ્હી-

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ પોતાને બચાવવા માટેની છેલ્લી રીત તરીકે સમાધાન પેકેજ રજૂ કર્યું છે. તેણે કહ્યું છે કે તે બેંકોને 13,960 કરોડ રૂપિયા આપવા તૈયાર છે. વિજય માલ્યા પાસે હવે કોઈ રસ્તો બચ્યો નથી અને જો સરકાર આ પેકેજને સ્વીકારે તો તેને બચવાનો આ છેલ્લો વિકલ્પ હોઈ શકે છે.

વિજય માલ્યા પાસે ભારત પ્રત્યાર્પણથી બચવા માટે કોઈ કાયદેસર રસ્તો બાકી નથી. આ સેટલમેન્ટ પેકેજ તેના માટે આશાની અંતિમ કિરણ છે. ગયા મહિને, વિજય માલ્યા પ્રત્યાર્પણ સામેનો કેસ હારી ગયો હતો અને હવે તેને ફરીથી બ્રિટિશ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો છે.

એક અહેવાલ મુજબ, વિજય માલ્યાના વકીલે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે તેમણે બેંકોને વ્યાપક સમાધાન પેકેજ આપવાનું વચન આપ્યું છે. આમાં વકીલે એ નથી જણાવ્યુ કે આ સેટલમેન્ટ પેકેજ કેટલું છે. પરંતુ ગયા મહિને નોંધાયેલી અરજીમાં તેમણે 13,960 કરોડ રૂપિયાના સેટલમેન્ટ પેકેજ વિશે વાત કરી છે.

જો આપણે વિજય માલ્યા પર બેંકોના અસલ બાકી લેવાની વાત કરીએ તો તે ફક્ત 9,000 કરોડ રૂપિયા જ છે, પરંતુ હવે આ પરનું વ્યાજ ખૂબ વધારે થઈ ગયું છે. તેથી, વિજય માલ્યાએ હવે લગભગ 14 હજાર કરોડ જેટલી રકમ, આપવાના ઓફર કરી છે. વિજય માલ્યા દ્વારા આપવામાં આવેલી આ સૌથી વધુ રકમ છે. આ ઓફર સાથે, તે ઈચ્છે છે કે બેંકોના કન્સોર્ટિયમ સાથેનો તેમનો વિવાદ સમાપ્ત થાય અને તેમની વિરુદ્ધ તમામ મની લોન્ડરિંગના કેસ બંધ થવા જોઈએ.