દિલ્હી-

સુપ્રીમ કોર્ટે ગેંગસ્ટર વિકાસ દુબે એન્કાઉન્ટરની તપાસ માટે રચાયેલા ત્રણ સભ્યોના કમિશનના વડા તરીકે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ બી.એસ. ચૌહાણની નિયુક્તિ પર સવાલ ઉઠાવતી અરજી ફગાવી દીધી છે.

આ જ સમયે સુપ્રીમ કોર્ટે પૂર્વ ન્યાયાધીશ બી.એસ.ચૌહાણની અધ્યક્ષતામાં તપાસ પંચને સુરક્ષા પણ પૂરી પાડી છે. આ કેસમાં વિકાસ દુબે અને તેના સાથીઓ દ્વારા કાનપુરના બિકારુ ગામમાં 8 પોલીસકર્મીની હત્યા બાદ થયેલી અથડામણની તપાસ પણ સામેલ છે. જો કે, સુપ્રીમ કોર્ટે વિસ્તૃત નથી કર્યું કે, ન્યાયમૂર્તિ ચૌહાણ, ન્યાયમૂર્તિ એસ.કે.અગ્રવાલ અને ભૂતપૂર્વ ડીજીપી કે.એલ. ગુપ્તાની પેનલ માટે ક્યા સુરક્ષા પગલાં છે. તે જ સમયે, તપાસ પેનલને ભંગ કરવા માટેની અરજી નામંજૂર કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, પૂર્વ એસસી ન્યાયાધીશના ભાજપમાં સંબંધીઓ છે અને પૂર્વ ડીજીપી સમર્થક હતા.કાનપુરમાં આઠ પોલીસ કર્મચારીઓની મોત માટે દોષી ઠેરવવામાં આવેલા ગેંગસ્ટર વિકાસ દુબેને પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. જો કે, આ એન્કાઉન્ટર પર અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થયા હતા. આ પછી એન્કાઉન્ટરની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિમાં પૂર્વ ન્યાયમૂર્તિ બી.એસ. ચૌહાણ ઉપરાંત યુપીના ભૂતપૂર્વ ડીજીપી કેએલ ગુપ્તા પણ છે.