મુંબઈ-

જાણીતા નિર્દેશક-નિર્માતા વિક્રમ ભટ્ટે એક ખાનગી સમાચાર પત્રને જણાવ્યું હતું કે દેશમાં ગંજા, કોકેઇન અને અન્ય તમામ ડ્રગ્સનો અબજાે-ટ્રિલિયન રૂપિયાનો ધંધો છે. પરંતુ લક્ષ્ય ફક્ત ફિલ્મ જગતનો છે. કારણ કે સ્પોટલાઇટ બોલીવુડમાં છે. બાકીની દુનિયા અંધારામાં ચરસ પી રહી છે. કોઈને કંઈ દેખાતું નથી. વધુમાં કહ્ય્š હતું કે બોલીવુડમાં ડ્રગ્સ છે કે નહીં તે અંગેના પ્રશ્ને હું બોલી શકશે નહીં, કેમ કે મેં છેલ્લા ૨૦ વર્ષથી બોલિવૂડ પાર્ટીઓમાં ભાગ લેવાનું બંધ કર્યું છે. મેં ૨૦ વર્ષ પહેલાં દારૂ અને સિગારેટ છોડી દીધી હતી. જ્યારે હું દારૂ પીતો હતો, ત્યારે પાર્ટીઓમાં જવું સરસ લાગતુ હતું. હવે મને કોઈ એવી પાર્ટીઓમાં આમંત્રણ નહીં આપે જ્યાં આ ડ્રગ્સ જેવી વસ્તુઓ હોય. ધીરે ધીરે મેં દારૂ છોડી દીધો,

હવે મારા વાળ પણ સફેદ થઈ ગયાછે. આજની જનરેશન મને પુત્રી કૃષ્ણાનો પિતા માને છે. હવે એવી પાર્ટીઓમાં કોઈ મને બોલાવશે નહીં, જ્યાં આ બધી વસ્તુઓ થાય છે. વિચારતા હશે કે આ વૃદ્ધને બોલાવીને આપણે શું કરીશું. મને નથી ખબર કે આજની પાર્ટીઓમાં શું ચાલે છે અને શું નહીં. જાે કોઈ કહે છે કે ડ્રગ હોય છે તો હોય પણ શકે છે. મેં જે જાેયું નથી તેની પુષ્ટિ કરી નથી શકતો. મારી પૂત્રીને કહ્ય્šં હતું કે સિગરેન ન પીતી અને વધારે નશો ન કરતી વધમાં કહ્ય્šં કે જ્યારે મારી પુત્રી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી રહી હતી ત્યારે મેં કૃષ્ણાને એટલું જ કહ્ય્šં હતું કે દીકરા સિગારેટ પીતો નહી.

મેં કૃષ્ણાને આ સલાહ આપતા કહ્ય્š હતું કે મને અસ્થમા છે અને મારો રોગ સિગારેટથી વધી ગયો હતો. હવે તે કૃષ્ણા છે તો મારું લોહી. જાે કૃષ્ણાને પણ કદાચ બિમારી થઈ જાય. મેં દીકરીને કહ્ય્šં હું ઈચ્છું છું કે તમે સિગારેટ ન પીશો અને ડ્રગ ન લો. માદક દ્રવ્યોની આદત થઈ જાય છે. મેં આ બધી વાત દીકરીને ફક્ત એક જ વાર કહી હતી પરંતુ તે પછી ન તો મેં તેમને રોકી છે કે ન ટોકી છે. હવે મારે દીકરી પર તો વિશ્વાસ કરવો પડશે ને.