પાવી જેતપુર, તા.૧૪                                                

પાવી જેતપુર તાલુકાના છેવાડાના ડુંગરાળ વિસ્તારના કેવડા ગામના લોકોને હજુ પણ ડુંગરાળ અને ઉબડ ખાબડ રસ્તા પરથી પસાર થવું પડે છે. કેવડા ગામના લોકોને નાની નાની જરૂરિયાતો જેવી કે પંચાયતના કામ માટે મોટી ખાંડી જવા માટે દવાખાને જવા માટે તાલુકા મથક પાવી જેતપુર જવા પણ બહાર જઈને બસ અથવા ખાનગી વાહન પકડીને જવું પડે છે.

કેવડાના ગ્રામજનોને અવરજવર માટે બીજો રસ્તો છે પણ એ રસ્તેથી બાર જવા માટે ૨૫ કિલોમીટરનો ફેરાવો ફરવો પડે છે. તેને માટે પણ કોઈ બસ કે અન્ય વાહન વ્યવહારની સુવિધા નથી તે રસ્તેથી પણ કદવાલ સુધી ચાલતા અથવા ખાનગી વાહન દ્વારા જ જવાય છે. જે અહીના લોકો માટે ખૂબ મોંઘું છે. કેવડાના ગ્રામજનોને પડતી મુશ્કેલીને લઈને લોકો હાલ તો કેવડાથી બાર જવા માટેનો ડુંગરવાળો રસ્તો સરકાર બનાવી આપે તો હાલાકી દૂર થાય તેવી માંગ કરી રહ્યા છે. ગ્રામજનોને દરેક જરુરીયાત માટે ડુંગરની સામે અને માંડ ૪ થી ૫ કિલોમીટર દૂર આવેલા બાર ગામ જવું પડે છે. કેવડાના ગ્રામજનોની સાથે ઇટવાડા, જોગપુરા ગામના સહીત લગભગ ૨ હજારથી વધુ લોકોને પાવી જેતપુર જવા આવવા માટે કેવડા થી બાર જવા માટે ડુંગરાળ અને જંગલ વિસ્તારના રસ્તા પરથી જવું પડે છે.આ રસ્તો ઉબડ ખાબડ છે જ્યાંથી માંડ બાઇક પસાર થઈ શકે છે. જેથી લોકોને પગપાળા જ જવાની ફરજ પડે છે. જ્યારે કોઈ બીમાર પડે ત્યારે તેને બાર ખાતેના પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાતે ઝોળીમાં નાખીને ડુંગરાળ અને ઉબડ ખાબડ રસ્તેથી ચાલતા લઈ જવા પડે છે. જેમાં ઘણીવાર દર્દીના જીવનું જોખમ પણ ઊભું થાય છે. કેવડા, જોગપુરા અને ઇટવાડાના ગ્રાંજનોનો રોજીંડો વ્યવહાર બાર સાથે છે.