રાજકોટ થોડા દિવસ પહેલા ફરાર દિપકને પોલીસે અમદાવાદથી ઝડપી લઇ કોર્ટમાં રજૂ કરતાં ૧૧મી તારીખ સુધીના રિમાન્ડ મંજુર થયા હતાં. પીઆઇ એ. એસ. ચાવડા અને પીએસઆઇ એ. બી. જાડેજા અને ટીમે વિશેષ પુછતાછ શરૂ કરતાં દિપકે કબુલાત આપી હતી કે પોતે ફરાર હતો ત્યારે આરોપી મનિષ અને તેના કાકા વિનોદ ઉર્ફ વિનુ બેરાએ તેને કાલાવડ રોડ પર એક વીલામાં અને ભુખી ગામમાં આશરો આપ્યો હતો. આ ઉપરાંત આ કાકા-ભત્રીજાએ આશરો આપ્યો ત્યારે એમ કહી દિપકને ડરાવ્યો હતો કે તારી તમામ મિલ્કતો હવે પોલીસ જપ્તીમાં લઇ લેશે, સરકારમાં જમા થઇ જશે. આમ ન થવા દેવું હોય તો તારી મિલ્કતો અમારો નામે ટ્રાન્સફર કરી દે. કેસ પુરો થયે ફરીથી પોતે તેના નામે આ મિલ્કત કરી દેશે તેમ કહ્યું હતું. આથી દિપક કોટડીયાએ તેનો ફલેટ, બે ઓફિસ, એક કાર સહિતની એકાદ કરોડની મિલ્કત મનિષ અને તેના કાકા વિનોદભાઇના સગાના નામે ટ્રાન્સફર કરી દીધી હતી. આરોપીઓનો ઇરાદો દિપક કોટડીયાની આ મિલ્કતો હડપ કરી જવાનો હતો. દિપકના પત્નિ હયાત નથી અને તેને સંતાન પણ નથી. કાકા-ભત્રીજાની આ ગોલમાલ દિપકની પુછતાછમાં સામે આવતાં ઉપરી અધિકારીને જાણ કરી યુનિવર્સિટી પોલીસે બંનેની ધરપકડ કરી છે. તેમજ દિપક કોટડીયાને લખાવી લેવાયેલી મિલ્કતો પરત તેને અપાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ વિનુ ઉર્ફ વિનોદ બેરા અગાઉ ભુખી ગામમાં સરપંચ પદે રહી ચુકેલ છે. આ ઉપરાંત તાલુકામાં પણ રાજકીય આગેવાન છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરી અને સુચના મુજબ પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા, એ. બી. વોરા, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, કોન્સ. જેન્તીગીરી ગોસ્વામી, સહદેવસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ગોહિલ, બલભદ્રસિંહ જાડેજા, દિપકભાઇ ચોૈહાણ સહિતે આ કામગીરી કરી હતી. શહેરના દોઢસો ફુટ રીંગ રોડ પર સમય ટ્રેડિંગ અને આશિષ ક્રેડિટ કો. ઓપ. સોસાયટીના આશરે અડધા કરોડના કોૈભાંડમાં પકડાયેલા મંડળીના એજન્ટ દિપક રાઘવજી કોટડીયાને તે ભાગતો ફરતો હતો ત્યારે આશરે આપનારા પટેલ મામા-ભાણેજની પણ યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે. આ બંનેએ દિપકને મદદ કરવાના બદલામાં તેની મિલ્કતો ફલેટ, બે ઓફિસ, એક ફોરવ્હીલ ગાડી સગાના નામે ટ્રાન્સફર કરાવી હડપ કરી લીધાની વિગતો પણ ખુલી છે. ઝડપાયેલામાં એક આરોપી પૂર્વ સરપંચ હોવાનું ખુલ્યું છે. યુનિવર્સિટી પોલીસે મવડી પોલીસ હેડકવાર્ટર સામે સાકેત એપાર્ટમેન્ટ ફલેટ નં. એ-૮૦૧માં રહેતાં વિનોદ ઉર્ફ વિનુ પરષોત્તમભાઇ બેરા (ઉ.વ.૬૧) અને તેના ભત્રીજા નાના મવા રોડ પર તુલસીપત્ર એપાર્ટમેન્ટ બી-૩૦૧માં રહેતાં મનિષ ચિમનભાઇ બેરા (ઉ.૪૨)ની ઠગાઇના ગુનાના આરોપી દિપક કોટડીયાને તે

ભાગતો હતો ત્યારે આશરો આપવાના ગુનામાં ધરપકડ કરી છે.