વલસાડ, જીવલેણ કોરોના ને અંકુશ માં રાખવા માટે સરકારે કોવિડ -૧૯ ની ગાઈડ લાઇન નો પરિપત્ર જાહેર કર્યો છે પરંતુ ખેરગામ તાલુકામાં હોટેલ ચલાવતા સંચાલકો એ સરકારી આદેશનું ઉલ્લંઘન કર્યું છે હોટેલો પર રહેતા કર્મચારીઓ માસ્ક પહેરતા નથી ખાવાની વાનગીઓ ખુલ્લા માં રાખી વેચાણ કરતા લોકો ના સ્વાસ્થ્ય સાથે સરેઆમ ચેડા કરી રહ્યા છે આરોગ્ય વિભાગ કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ના અધિકારીઓ તેમની કચેરી માંથી બહાર નીકળી તપાસ કરવા જતાં ન હોવાને કારણે હોટેલો પર મીઠાઈ થી લઇ ખમણ, જલેબી, ફાફડા અને ફરસાણ માં આવતી ખાવાની સામગ્રીઓ બનાવવા માં આરોગ્ય ને ધ્યાન માં લેવા વગર બનાવાય છે .હોટેલ માં વાપરવા માં આવતા તેલ ની ચકાસણી કરવા માં આવે તો એક જ તેલ ને અનેક વાર વપરવા માં આવ્યા હોવાનો ચોક્કસ પણે ખુલાસો થશે. . ખેરગામ બજાર માં આવેલ શ્રીજી હોટેલ માં કાઉન્ટર પર વેચવા માટે ખુલ્લા માં રાખવા માં અવેલ જલેબી હોટેલ સંચાલકો ની બેદરકારી ની પોલ ખોલી રહી છે. હોટેલ સંચાલક પોતા ના સ્વાર્થ ખાતર હલકી કક્ષા ની ખાવાની વાનગીઓ વેચી લોકો ને બીમારી ના દલદલ માં ધકેલી રહ્યો છે સતત બે દિવસ વરસાદ પડ્યો હતો ત્યારે જલેબી ને પાણી થી બચાવવા પ્લાસ્ટિક થી ઢાંકી હતી એમ પણ હોટેલ માં વેચવા માટે રાખેલી જલેબી તાજી હોતી નથી કેટલાય દિવસ ની વાસી હોય છે અને આ જલેબી ખાઈ ને લોકો ની સ્વાસ્થ્ય બગડે છે. કોરોનાના મહાકાળ માં પણ આરોગ્ય તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ની આંખઆડે કાન રાખી ને કરાઈ રહેેેલ કામગીરી અહીં લોકો માટે ઘાતક નીવડશે. અત્રે ઉલ્કેખનીય છે કે કોરોનાને કારણે લોકોનું સ્વાસ્થ્ય જાેખમાયું છે. સરકારે ગાઇડલાઇન આપી છે પરંતુ તેનું કડક પાલન કરાયું નથી. લોકોની માંગ છે કે હોટેલના સંચાલકો પર કડક કાર્યવાહી થાય.