વલસાડ, ઘાતક કોરોના ની દહેશત માં સરકાર પ્રજા ની સલામતી ને લઈ ચિંતિત બની છે લોકો કોવિડ-૧૯ ના કાયદા નું પાલન એટલા માટે સરકારે માસ્ક વગર ના ને ૧૦૦૦ રૂપિયા ના દંડ ની જાેગવાઈ કરી છે. માસ્ક વગર ના ને સરકારી તંત્ર ના સંબંધિત અધિકારીઓ દંડ પધરાવી રહ્યા છે પરંતુ ઉચ્ચ ગજા ના નેતાઓ સામે સામે પગલાં ભરવા માં અધિકારીઓ ના હાથ ટૂંકા પડી જતા હોય છે પાલિકા ના તળાવો ના બ્યુટીફીકેશન ના કાર્યક્રમ માં ધારાસભ્ય સહિત અન્ય લોકો નું મોઢું ખુલ્લું દેખાયું હતું પરંતુ તંત્ર ના અધિકારીઓ આ બાબતે આંખ આડે કાન કરી લીધું હતું 

વલસાડ ના માલવિયા તળાવ. ઘડોચી ત‌ળાવ ,હાલર તળાવ મોગરાવાડી તળાવ., અબ્રામા તળાવ મળી પાંચ. તળાવો ની બ્યુટીફીકેશન માટે તંત્ર દ્વારા લિલી ઝંડી આપતા તળાવો ના બ્યુટીફીકેશન માટે ભૂમિપૂજન નો કાર્યક્રમ રાખવા માં આવ્યો હતો જે કાર્યક્રમ માં વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલ ,પાલિકા ચિફઓફિસર જે. યુ. વાસવા ,પાલિકા પ્રમુખ કિન્નરીબેન પટેલ, ઉપપ્રમુખ, કિરણ ભાઈ ભંડારી ,ચેરમેન ભરતભાઇ પટેલ અને સભ્ય નીતીશ વશી સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. પરંતુ ભૂમિપૂજન કાર્યયક્રમ માં ઉપસ્થિત મુખ્ય મહેમાનો એ માસ્ક તો ધારણ કર્યો હતો પરંતુ માસ્ક કાન અને દાઢી પર હતો ખરેખર માસ્ક થી મોઢું અને નાક ઢંકાયેલું હોવું જાેઈએ પરંતુ આ રાજકારણીઓ ને કોરોના નો સંક્રમણ નો જરા પણ ડર ન હતો. રાજા કાયદા નો પાલન કરતો હોય તો કાયદા નો પાલન ન કરતી પ્રજા ને દંડ આપી શકે પરંતુ અહીં તો ધારાસભ્ય ભરતભાઇ પટેલ પોતે જ કાયદા નો ઉલ્લંઘન કરતા નજરે પડી રહ્યા છે એક તરફ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર પ્રજા પાસે માસ્ક બાબતે બેફામ દંડ ની વસુલાત કરી રહી છે ડેપ્યુટી કલેકટર જ્યોતિ બા ગોહિલ માસ્ક બાબતે ખૂબ જ સતર્ક બન્યા છે અને કોઈ પણ કચેરી માં ઓચિંતા તપાસ કરી દંડ પધરાવી રહ્યા છે. ત્યારે કોરોના ની દહેશત માં ત્રાસી ને પાયમાલ થઈ ગયેલ પ્રજા ને જ કાયદો કાયદો લાગતો હોય તેમ વલસાડ ની પ્રજા માં ગણગણાટ થઈ રહ્યો છે