વિરપુર, મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને હજુ પણ કોરોના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે વિરપુર બસ સ્ટેન્ડ પર રિયાલિટી ચેક કરતા વિરપુર નું બસ સ્ટેન્ડ છે કે પછી કોરોનાનુ.વિરપુર બસ સ્ટેન્ડની મુલાકાત લેતા ત્યાની સ્થીતી ભારે આધાતજનક લાગી સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે મુસાફરો રાફડો ફાટયો હોય તેમ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેર્યા વગર મુસાફરો બસ સ્ટેન્ડમા જાેવા મળ્યા હતા લોકો તો ઠીક પણ એસટી બસના કર્મચારીઓ પણ માસ્ક પહેર્યા વગર છળે ચોક નિયમોને ઉલ્લંધન કરતા જાેવા મળ્યા હતા બસ સ્ટેન્ડની અંદર મુસાફરો બેસવા માટે આરસીસીથી બંધાયેલી સીટો પર કોઈપણ પ્રકારના સોશ્યલ ડિસ્ટન્સના નિયમોના ચિન્હિ દોરવામાં આવ્યા નથી લોકો સાવ પાસે પાસે કોઈ જ અંતર રાખ્યા વગર બેસી રહ્યાં છે. એસટીના કર્મચારીઓ ભેગા મળી ગપાટા મારતા જાેવા મળ્યા હતા.