ઈંગ્લેન્ડમાં પ્રોજેક્ટ રી-સ્ટાર્ટ અંતર્ગત પ્રીમિયર લીગ 17 જૂનથી શરૂ થઈ છે. જેમાં ખેલાડીઓને તમામ નિયમ જણાવાયા હતા. તેમ છતાં વોટર બ્રેક અને ગોલ સેલિબ્રેશન દરમિયાન ખેલાડીઓ નિયમનું પાલન કરતા જોવા મળ્યા નથી.

લીગના આયોજકોને પહેલા જ કહી દેવાયું છે કે અનાવશ્યક સંપર્ક ઓછો કરો. હવે પ્રીમિયર લીગનીતમામ 20 ક્લબોને સરકારે ચેતવણી આપી છે કે, ખેલાડી અને કોચ વોટર બ્રેક અને ગોલની ઉજવણી કરતા સમયે નિયમોનું પાલન નથી કરી રહ્યા. 

હંગરી ગ્રાંપ્રી ફોર્મ્યુલા-1 રેસ રવિવારે યોજાવાની છે. ત્યાંની સરકારે ફોર્મ્યુલા વન ડ્રાઈવર અને ટીમોને આદેશ આપ્યો છે કે, તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું સખતાઈથી પાલન કરે. જો તેઓ આમ કરતા નથી તો જેલની સજા થઈ શકે છે.

સાથે જ રૂ.13 લાખનો દંડ થઈ શકે છે.ઈંગ્લેન્ડ-વિન્ડીઝ પ્રથમ ટેસ્ટમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થયું નથી. વિન્ડીઝ ટીમના કેપ્ટન જેસન હોલ્ટરે જ્યારે પણ ડીઆરએસનો ઉપયોગ કર્યો, ટીમના ખેલાડી સાથે ઊભેલા દેખાયા હતા, હાઈ-ફાઈવ કરતા રહ્યા અને એક-બીજાની પીઠ થાબડતા રહ્યા. જ્યારે કે, આઈસીસીએ ગાઈડલાઈનમાં કહ્યું હતું કે, ખેલાડી અને અમ્પાયર દરેક સમયે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે. ખેલાડી ટ્રેનિંગ દરમિયાન પણ એક-બીજાથી દોઢ મીટરનું અંતર જાળવે.