દિલ્હી-
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા મંગળવારે રાજ્યમાં ૩ જગ્યાએ બોમ્બ વડે હુમલો થયો હતો. મતદાન પહેલા થયેલા વિસ્ફોટોના કારણે ફરી એક વખત ભયનું વાતાવરણ સર્જાયું હતું. છઠ્ઠા તબક્કાનું મતદાન થવાનું હતું તે ક્ષેત્રોમાં જ બોમ્બ વિસ્ફોટની ઘટના બની હતી. વિસ્ફોટની આ ઘટનાઓમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ઉત્તર ૨૪ પરગણાના ટીટાગઢ ખાતે આવેલા ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ક્રુડ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આ અંગે જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળ નીચે દટાયેલા બે લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. તે પૈકીના ૨૮ વર્ષીય એક શખ્સનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.ઉપદ્રવીઓએ બૈરકપુર વિધાનસભા ક્ષેત્રમાં આવતા ટીટાગઢમાં જ અન્ય એક સ્થળે પણ કાચા બોમ્બ ફેંક્યા હતા. આ જગ્યા ભાજપના નેતા સંતોષ જેનાના ઘરની નજીક છે. પોલીસે બુધવારે તે વિસ્તારમાંથી બે જીવીત ક્રુડ બોમ્બ જપ્ત કર્યા હતા. આ બંને ઘટના બાદ ક્ષેત્રમાં ભારે તણાવ વ્યાપ્યો હતો. ભાટાપારા ખાતે પણ મંગળવારે મોડી રાતે બોમ્બ વિસ્ફોટની ઘટના બની હતી. આ ક્ષેત્ર ભાજપના સાંસદ અર્જુન સિંહનો ગઢ ગણાય છે. તેઓ પહેલા ટીએમસીના સદસ્ય હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments