અરવલ્લી : અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર શામળાજી નજીક વેણપુર નજીક વૃન્દાવન પેટ્રોલપંપ આવેલો છે.આ પેટ્રોલપંપ અને સીએનજી પંપના માલીક વાડીલાલ નારણભાઈ પટેલ જરૂરી કામ અર્થે ગત બુધવારે સવારે ભિલોડા ગયા હતા.પેટ્રોલપંપ ઉપર તેમના પુત્ર વિપુલભાઈ અને કલ્પેશભાઈ હાજર હતા.ત્યારે સવા બાર વાગ્યના સુમારે ઈકો ગાડીના ચાલકે પોતાના કબ્જાની ગાડી લાઈન તોડી આગળ લાવી દીધી હતી.અન્ય ગ્રાહકોની ફરીયાદને લઈ કલ્પેશભાઈએ આ ઈકો ગાડીના ચાલકને ગાડી પરત લેવા જણાવતાં આ ચાલક એકાએક ઉશ્કેરાઈ ગયો હતો કલ્પેશભાઈ સાથે ગાળા ગાળી કરવા લાગતાં ગાડીમાં સવાર અન્ય બે શખ્શો ઉશ્કેરાઈ બહાર આવી ગયા હતા. પંપ સંચાલકને એકાએક ગડદાપાટુનો માર મારવાનો શરૂ કરી દીધો હતો. કલ્પેશભાઈને કેટલાક શખ્શો માર મારી રહયા હોવાની જાણ થતાં જ તેમના ભાઈ વિપુલભાઈ અને હિંમાશુભાઈ દોડી આવ્યા હતા. હુમલાખોરોના મારથી બચાવવા લાગ્યા હતા.પરંતુ આ હુમલાખોરોના અન્ય પાંચ સાગરીતો લાકડીઓ લઈ આવી ચડયા હતા.કલ્પેશભાઈ પટેલ,વિપુલભાઈ પટેલ અને હિંમાશુભાઈ કલાલ ઉપર રીતસર લાકડીઓ વડે હુમલો કરી દીધો હતો.ઈસમોએ પોતાના હાથમાં રહેલી લાકડીઓ વડે પંપ માલિકની આઈ ટવેન્ટી કારના કાચ તોડી નાખી કાર ઉપર ગોબા પાડી આતંક મચાવ્યો હતો.વૃન્દાવન પેટ્રોલપંપના માલિક અને દેહગામડાના રહીશ વાડીલાલ નારણભાઈ પટેલેઆ હુમલાખોરો વિરૂધ્ધ શામળાજી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.