ડભોઇ -

ડભોઇ વકીલ બાર એશોશીએશન ના ઉપક્રમે તલાટી કમ મંત્રીઓ ને સોગંદનામા કરવાની સતા આપવામાં આવતા આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. ડભોઇ વકીલ બાર એશોશીએશન દ્વારા હાલ માં ગુજરાત સરકાર ના તલાટીકમ મંત્રીઓ ને સોગાદનામા પર નોટરી કરવાની સત્તા આપવાના વિરોધ માં આવેદન પત્ર સેવાસદન ખાતે સીરેસ્તદાર ને આપ્યું હતું. અને આ સત્તા રદ કરવા માંગ કરી હતી.

સરકાર દ્વારા સેકશન ૩ ઇન ધ ઓથ એક્ટ ૧૯૬૯ અંતર્ગત તલાટીકમ મંત્રીઓ ને સોગાદનામા કરવાની સત્તા આપવામાં આવેલ છે જે ખોટી અને અયોગ્ય હોય તેને કોઈજ કાયદાકિયા જ્ઞાન ન હોય. તેમજ તેઓ સોગાદનામા માટે ક્ષકસમ ન હોય આ કાયદો રદ કરવા તેમજ સામાન્ય રીતે એડવોકેટ ને પણ આ રાઇટ ૧૦ વર્ષ પ્રેકટીશ બાદ મળતા હોય છે અને નોટરી માટે વકીલ પાસે થી લઈ લીધા હોય તેમ માલૂમ થતાં વકીલો ની જીવાદોરી છીનવાય જતાં આજ રોજ ડભોઇ વકીલ બાર એશોશીએશન ના પ્રમુખ ગજ્જર દિપકભાઈ, મંત્રી રાજપૂત જુગલ આર, સહિત વકીલ કડીયા સોયેબ, વકીલ સાગર એલ, વકીલ લતિશભાઈ પટેલ, વકીલ હર્શિલ પટેલ, વકીલ હર્શીલ જોશી, વકીલ આર.બી.ભટ્ટ, વકીલ ભાસ્કર પાઠક સહિત વકીલો દ્વારા સરકાર ના તલાટીકમ મંત્રીઓને સોગાદનામા ની સતા આપવા બાબતે વિરોધ કરી સેવાસદન ખાતે આવેદન પત્ર સીરેસ્તદાર ને સુપ્રત કરી સરકાર સુધી તેમની માંગણીઓ પહોચડવા અપીલ કરી હતી.

આ નવા નિયમ અંગે વધુમાં વકીલો દ્વારા જણાવાયું હતું કે જો આ અંગે યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરી વિરોધ નોંધાવીશું.