વડોદરા મહાનગર પાલિકાના ઈલેક્શન વોર્ડ નંબર-૧૬માં ભાજપના ઉમેદવારો પોતાના વિસ્તારોમાં મતદારોનો રૂબરૂ સંપર્ક કરવાને માટે નીકળયા હતા.ત્યારે વોર્ડના મતદારો દ્વારા દુષિત પાણી, ગંદકી,બિસમાર માર્ગો સહિતના પ્રશ્નોને લઈને ભાજપની વોર્ડ-૧૬ની પેનલના ઉમેદવારો પ્રિયા ગવાંડે,સ્નેહલ પટેલ, ઘનશ્યામ સોલંકી અને નરેશ રબારીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હકઅતો.તેમજ તેઓને ત્યાંથી ચાલ્યા જવાને માટે રોકડું પરખાવી દીધું હતું. આ ઘટનાને લઈને ઉમેદવારો સ્તબ્ધ બની ગયા હતા.