અમદાવાદ-

વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચમાં હતા. તે દરમિયાન એમ.એચ.ઝાલા પોલીસ સબ ઈન્સપેક્ટરને ખાનગી રાહે બાતમી મળેલી કે, એક ટાટા કંપનીનું વાહન ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદ ધાંગધ્રા હાઈવે રોડ પરથી પસાર થવાનું છે. જે અનુસંધાને વડગાસના પાટીયાથી એકાદ કી.મી આગળ ધાંગધ્રા તરફ હાઈવે રોડ પર નાકાબંધી કરી વાહન ચેક કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી ટેન્કર ઝડપી પાડવામાં આવ્યુ હતું.

વિરમગામ માહે.એડી.જી.પી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા માહે પોલીસ મહાનિરીક્ષક કે.સી ભાટી સાહેબ અમદાવાદ રેન્જ તથા મહે.પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અમદાવાદ ગ્રામ્ય તથા મદદનીશ પોલીસ અધિક્ષક ડૉ. લવીના સિન્હા વિરમગામ વિભાગના માર્ગદર્શન અનુસાર જિલ્લામાં પ્રોહિબીશન અંગેની પ્રવૃતિઓ નેસ્તનાબૂદ કરવા પોલીસ સબ ઈન્સપેક્ટર એમ.એચ ઝાલાને સુચન કર્યુ હતુ. તે સુચનના અનુસંધાને વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચમાં હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી. બાતમીના આધારે વડગાસ ગામના પાટીયાથી એકાદ કીમી આગળ ધ્રાંગધ્રા તરફ હાઈવે રોડ પર નાકાબંધી કરી વાહન રોકી ચેક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ 6060 કુલ કિંમત 22,62,000 તથા બીયર ટીન નંગ 2040 કુલ કિંમત રૂપિયા 1,20,000, અશોક લેલન વાહન કિંમત રૂપિયા 10,00,000 અંગ ઝડતીના રોકડ 1500 મોબાઇલ રૂપિયા 7000 સહિત કુલ કિંમત રૂપિયા 33,90,000ના મુદ્દામાલ સાથે આરોપી ‌ ખમ્મુ રામ જાતે બીસનોઈને ઝડપી પાડ્યો હતો.