મુંબઈ-

ટીમ ઈંડિયાના કેપ્ટન વિરાટ કોહલી પિતા બન્યા છે. અનુષ્કા શર્માએ આજે દીકરીને જન્મ આપ્યો છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના ઘરે દીકરીનો જન્મ થયો છે. તે પિતા બની ગયો છે. અનુષ્કા શર્માએ એક સ્વસ્થ પુત્રીને જન્મ આપ્યો છે. અનુષ્કા અને વિરાટની પુત્રીનો જન્મ આજે બપોરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થયો હતો. વિરાટે સોશિયલ મીડિયા દ્વારા નિવેદન આપતાં પુત્રીના જન્મની ઘોષણા કરી છે.

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીની આ ટ્વીટ સાથે જ અનુષ્કા અને વિરાટ કોહલીના ફેન્સમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. લોકો બંનેને શુભેચ્છા પાઠવી રહ્યા છે. ગત સપ્તાહમાં જ બંને હોસ્પિટલ બહાર સ્પોટ થયા હતા. ત્યારથી જ ચર્ચાઓ હતી કે અનુષ્કા ટુંક સમયમાં બાળકને જન્મ આપશે. વર્ષ 2020માં વિરાટ અને અનુષ્કાએ તેમના પહેલા બાળકના આગમનને લઈને ખુશખબર શેર કરી હતી. દીકરીના જન્મની પોસ્ટ બાદથી વિરાટ અને અનુષ્કા ટ્વિટર પર ટ્રેંડ કરવા લાગ્યા છે.