ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિનર બ્રેડ હોગે કહ્યું કે ભારતના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારવાનો રેકોર્ડ તોડી શકે છે. સચિને પોતાની કરિયરમાં વન ડેમાં 51 સદી ફટકારી છે જ્યારે ટેસ્ટમાં સચિનના નામે 49 સદી છે. વિરાટ કોહલી આ યાદીમાં ત્રીજા નંબર પર છે. વિરાટ કોહલી અત્યાર સુધી 70 સદી ફટકારી ચુક્યો છે જેમાં 27 સદી ટેસ્ટ અને 43 સદી વન ડેમાં ફટકારી છે. ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ બીજા નામ પર છે. રિકી પોન્ટિંગના નામે 71 સદી છે.

એક પ્રશંસકે હોગને યૂ ટ્યુબ ચેનલ પર પૂછ્યુ કે શું વિરાટ કોહલી સચિનના રેકોર્ડને તોડી શકે છે તો તેમણે કહ્યું, હા બિલકુલ, તે કરી શકે છે. સચિને જ્યારે ક્રિકેટ શરૂ કરી હતી ત્યારના મુકાબલે ફિટનેસ સ્તર આજે ઘણુ સારૂ છે, તેમણે કહ્યું, સાથે જ આજના સમયમાં તેમણે સારા ટ્રેનરોની ઘણી મદદ મળે છે, તેમની પાસે ફિઝિયો અને ડોક્ટર છે. કેટલાક પણ થાય છે તેનાથી પણ છુટકારો મેળવી લે છે. માટે ખેલાડી વધુ મેચ નથી છોડતી અને આ સમય વધુ ક્રિકેટ રમાઇ નથી રહી, માટે હાં તે રેકોર્ડ તોડી શકે છે.