નવી દિલ્હી,તા.૯

કોરોના મહામારી અને સરહદ વિવાદના કારણે હાલ દેશમાં ચીની માલ-સામાનનો બહિષ્કાર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. આ હેઠળ દેશમાં લોકપ્રિય ચીની એપ ‘ટિકટોક’નો જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. વિવાદિત વીડિયો અને કોરોના મહામારીના કારણે લોકો ચીની એપ ટિકટોકને મોબાઇલમાંથી અનસ્ટોલ કરી રહ્યા છે. જેના કારણે છેલ્લા અમુક દિવસોમાં ચીની એપ ટિકટોકની ઇન્ડિયન રેટિંગમાં જબરદસ્ત ઘટાડો થયો છે. ત્યારે હવે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ટિકટોક પર આવ્યો છે. એવી અફવાઓનો માહોલ ગરમાયો છે.

૨ દિવસ પહેલા વિરાટ કોહલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેના પર ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્‌સમેન ડેવિડ વોર્નર અને ઇંગ્લેડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસને કોમેન્ટ કરી અને લખ્યું ‘ટિકટોક’! વિરાટની પોસ્ટ પર આ બે દિગ્ગજાની પોસ્ટે ફેન્સમાં ઉત્સુક્તા વધારી કે શું વિરાટ કોહલી ખરેખર ‘ટિકટોક’ પર આવી ગયો છે. ફેન્સે વિરાટને ટિકટોક પર શોધવાનું શરૂ કર્યું. પરંતુ તે ના મળ્યો. જા કે, આમાં આ બે દિગ્ગજાની પણ કોઈ ભૂલ નથી. 

આપણે જણાવી દઈએ કે વિરાટ કોહલીએ જે વીડિયો પોસ્ટ કર્યો તેનું એડિટિંગ જાઈ એવું જ લાગી રહ્યું છે કે આ ટિકટોકની કમાલ છે. તેથી આ બંને દિગ્ગજાએ વિરાટની આ પોસ્ટ પર ‘ટિકટોક’ વાળી કોમેન્ટ કરી અને ફેન્સને લાગ્યું કે વિરાટ ટિકટોક પર આવી ગયો છે. પરંતુ વાસ્તવિકતામાં એવું નથી. વિરાટનો આ વીડિયો ઇસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરેલો છે.