મુંબઈ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ૨૫ એપ્રિલના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પ્રથમ પરાજય મળ્યો હતો. આ સાથે સંખ્યાત્મક ટેબલમાં ચેન્નઈએ ટોચનું સ્થાન મેળવ્યું છે. આ સીઝનમાં ૫ મેચોમાં આરસીબીનો આ પહેલો પરાજય છે. ત્યારબાદ વિરાટ કોહલીને બીજો મોટો ઝટકો લાગ્યો.

ખરેખર આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી ચેન્નાઇ સામેની મેચ દરમિયાન સ્લો ઓવેર રેટ માટે દોષી સાબિત થયા છે. ચેન્નાઈની ઇનિંગ પૂરી થતાં ૯૦ મિનિટથી વધુ સમય લાગ્યો. જેના કારણે વિરાટ કોહલીને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. હવે જો કોહલી ફરી આ ભૂલ કરે તો તેના પર મેચ પ્રતિબંધ પણ લગાવી શકાય છે. કોહલી પહેલા આ સિઝનમાં મહેન્દ્ર સિંહ ધોની, ઇઓન મોર્ગન અને રોહિત શર્માને પણ દંડ ભરવો પડ્યો છે.

 આઈપીએલના એક મીડિયા રિલીઝ અનુસાર, “રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આઈપીએલ મેચમાં ધીમી ઓવર રેટ માટે દંડ કરવામાં આવ્યો છે. આઇપીએલની આચારસંહિતા હેઠળ ધીમી ઓવર રેટ માટે ટીમની આ સીઝનમાં આ પહેલો ગુનો હતો અને તેથી કોહલીને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. "