વર્તમાન સમયમાં ટેસ્ટ રમતા બોર્ડ તરફથી 15 લાખ, વન-ડે રમતાં 6 લાખ અને એક ટી-20 મેચ રમવા પર 3 લાખ રૂપિયા મેચ ફી ચૂકવાય છે. 2008થી અત્યાર સુધી ત્રણેય ખેલાડીઓની રમતની સંખ્યાના આધારે કુલ રકમ નક્કી કરવામાં આવી. તેમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી મળેલી 13 વર્ષની રકમ પણ ઉમેરવામાં આવી. 

 બે મહિના ટુર્નામેન્ટમાં ઊતરી ખેલાડીઓ ઈન્ટરનેશનલની તુલનાએ વધુ પૈસા કમાઈ લે છે. 2008માં તેની શરૂઆત થઇ હતી. ટુર્નામેન્ટની 13મી સિઝન કોરોનાને લીધે દેશની બહાર રમાશે. 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે લીગ મેચો યુએઈમાં રમાશે. ભારતીય સુકાની વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્મા 120 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી ચૂક્યા છે. આ ઈન્ટરનેશનલ મેચ અને કોન્ટ્રાક્ટથી મળતી રકમથી 200 ટકા વધુ છે. કોહલીએ 214 ટકા વધુ કમાણી કરી છે. આ કારણે જ દુનિયાભરના ખેલાડીઓ આ લીગમાં રમવા માગે છે. 

મહેન્દ્રસિંહ ધોનીએ 2008થી અત્યાર સુધી 67 ટેસ્ટ, 254 વન-ડે અને 89 ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમી છે. આ 410 મેચથી ફી તરીકે 27.8 કરોડ રૂપિયા મળ્યા. આ ઉપરાંત સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી 19.8 કરોડ રૂપિયા મળ્યા. અેટલે કે કુલ 47.6 કરોડ રૂપિયા. એટલે કે એક ઈન્ટરનેશનલ મેચથી ધોનીએ 11.6 લાખ રૂપિયાની કમાણી કરી. જ્યારે આઈપીએલમાં 190 મેચ રમતાં ધોનીએ 137.8 કરોડ રૂપિયા કમાયા. એટલે કે ઈન્ટરનેશનલથી 289 ગણા વધુ. તે લીગની એક મેચથી લગભગ 72 લાખ કમાય છે.