ક્રિકેટની પ્રતિષ્ઠિત પુસ્તક વિઝડને નવી સદીમાં ક્રિકેટના સૌથી વેલ્યૂએબલ ક્રિકેટર્સની યાદી તૈયાર કરી છે. આ યાદી તૈયાર કરવા માટે ઘણા મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી છે. ટેસ્ટ ક્રિકેટની યાદીમાં શ્રીલંકન સ્પિનર મુથૈયા મુરલીધરન ટોચના તથા ભારતીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા બીજા ક્રમે છે. વન-ડે ક્રિકેટમાં ઇંગ્લેન્ડનો એન્ડ્રયુ ફિલન્ટોફ પ્રથમ ક્રમે છે .