દિલ્હી-

વિરાટ કોહલીની કેપ્ટનશીપ છોડવાના સમાચાર છેલ્લા કેટલાક દિવસોથી સતત બહાર આવી રહ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે તેની જગ્યાએ રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવશે. વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ છોડવા જઈ રહ્યો છે. તે ટી 20 વર્લ્ડકપ બાદ કેપ્ટનશીપ છોડી દેશે. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ અંગે માહિતી આપી હતી. તેણે કહ્યું કે હવે તે ટી 20 વર્લ્ડ કપ બાદ ટી 20 ટીમના કેપ્ટન રહેશે નહીં. ટી 20 કેપ્ટન તરીકે આ તેની છેલ્લી ટુર્નામેન્ટ હશે. જોકે, તે ટી 20 ફોર્મેટમાં ભારત માટે રમવાનું ચાલુ રાખશે. તે ટેસ્ટ અને વનડેમાં પણ કેપ્ટન રહેશે.