અમદાવાદ

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. કોહલી ૨.૩ ઓવરમાં ક્રિસ જોર્ડન દ્વારા આદીશ રાશિદના હાથે કેચ આઉટ થયો હતો. વિરાટ કોહલીની આંતરરાષ્ટ્રીય ટી-૨૦ કારકિર્દીની આ ત્રીજી 'ડક' હતી. આ પહેલા વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડ સામે ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો.

ટી-૨૦ માં વિરાટ કોહલી શૂન્ય પર આઉટ થયો

વિ ઓસ્ટ્રેલિયા, ગુવાહાટી (૧૦ ઓક્ટોબર, ૨૦૧૭)

વિ આયર્લેન્ડ, ડબલિન (૨૭ જૂન, ૨૦૧૮)

વિ ઇંગ્લેંડ, અમદાવાદ (૧૨ માર્ચ, ૨૦૨૧)

શરમજનક રેકોર્ડ પણ વિરાટ કોહલીના નામ સાથે જોડાયો છે. કોહલી હવે ભારતીય કેપ્ટન બન્યો છે જે ૧૪ વખત શૂન્ય પર આઉટ થયો છે. તેમના પહેલાં આ રેકોર્ડ સૌરવ ગાંગુલીના નામે હતો. જે કુલ ટેસ્ટ, વનડે અને ટી-૨૦ ક્રિકેટ મળીને ૧૩ વખત ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો.

ભારતીય કેપ્ટન જે આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ વખત આઉટ થયો છે

વિરાટ કોહલી - ૧૪

સૌરવ ગાંગુલી - ૧૩

મહેન્દ્રસિંહ ધોની - ૧૧

કપિલ દેવ - ૧૦ 

પટૌડી - ૮