મુંબઇ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝન મંગળવારે અચોક્કસ મુદત માટે મુલતવી રાખવામાં આવી છે. ટીમના ખેલાડીઓ કોરોના સંક્રમિત થતા આ સીઝનને મોકૂફ રાખવામાં આવી હતી. આઈપીએલ મુલતવી રાખ્યા બાદ ખેલાડીઓ હવે પોતપોતાના ઘરે પરત ફરી રહ્યા છે. તેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી પણ મુંબઇ પોતાના ઘરે પરત ફર્યા છે. વિરાટને મુંબઈ એરપોર્ટથી બહાર નીકળતાં કેમેરામાં કેદ કર્યા હતા.


તમામ ટીમોએ આઈપીએલ મુલતવી રાખવાના નિર્ણયને આવકાર્યો હતો. જોકે આંતરરાષ્ટ્રીય મુસાફરી પર પ્રતિબંધોને કારણે વિદેશી ખેલાડીઓ માટે બીસીસીઆઈની કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે. આઇપીએલ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં લીગના અધ્યક્ષ બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે, 'ઇન્ડિયન પ્રીમિયર લીગ અને બીસીસીઆઈની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં સર્વસંમતિથી આઇપીએલ 2021 તાત્કાલિક અસરથી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. "બીસીસીઆઈ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને અન્ય લોકોની સલામતી સાથે સમાધાન કરવા માંગતું નથી.

ત્યારબાદ વિરાટ કોહલી હવે ઘરે પહોંચી ગયા છે. જણાવી દઈએ કે તે હવે અનુષ્કા શર્મા સાથે મળી દેશની મદદ કરશે. અનુષ્કા શર્માએ એક વીડિયો શેર કરી આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે અને વિરાટ કોહલી દેશ માટે તેમનું કાર્ય કરી રહ્યા છે અને તેઓ જલ્દી જ આ વિશે માહિતી શેર કરશે.