ભારતનો ભૂતપૂર્વ મલ્ટીપલ વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ આવતીકાલથી શરૃ થઈ રહેલી લેજન્ડ્સ ઓનલાઈન ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ૧૦ ખેલાડીઓની ટુર્નામેન્ટ તારીખ પાંચમી ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસન પણ ભાગ લઈ રહ્યો છે.

આનંદ અને સ્વિડલરનો પ્રથમ મુકાબલો ભારે રસપ્રદ રહેશે કારણ કે સ્વિડલર આઠ વખત રશિયન ચેમ્પિયન બની ચૂક્યો છે. તેમજ વર્લ્ડ કપ વિજેતા પણ રહી ચૂક્યો છે. રાઉન્ડ રોબિન ફોર્મેટમાં યોજાનારી ઈવેન્ટમાં બેસ્ટ ઓફ ફોર મુકાબલા ખેેલાશે. આનંદ પહેલી વખત કાર્લસનની ઓનલાઈન ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યો છે. આનંદ અને સ્વિડર તેમજ કાર્લસન ઉપરાંત આ ટુર્નામેન્ટમાં વ્લાદિમિર ક્રેમનિક, અનિશ ગિરિ, પીટર લેકો, ઈયાન નેપોમ્નાઈટ્ચી, બોરિસ ગેલ્ફાન્ડ, ડિંગ લિરેન અને વેસીલ ઈવાન્ચુક પણ ભાગ લઈ રહ્યા છે.