લુણાવાડા

ગુજરાતમાં પણ કોરોના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે તહેવારો બાદ લોકોમાં મોટાપાયે સંક્રમણ ફેલાઈ રહ્યું છે ત્યારે મહીસાગર જીલ્લામાં પણ કોરોના કેસોમાં વધારો જોવા મળ્યો છે છેલ્લા એક અઠવાડિયામાં જીલ્લામાં ૧૫૦ થી વધુ કેસ જોવા મળ્યા છે ત્યારે ખાનપુર તાલુકાનાં મોટા ખાનપુર ગામના વ્યાપારીઓએ સ્વૈચ્છિક દુકાનો બંધ કરી બે દિવસ જાતે જ સજ્જડ બંધ રાખ્યુ છે.

ગામના અગ્રણીઓ અને સરપંચ ,વેપારી મંડળ સાથે મળી કોરોના વાયરસનું સંક્રમણ વધુ ફેલાય નહી માટે વેપારી મંડળ તરફથી કોરોનાની આ મહામારીમાં બે દિવસ સ્વૈચ્છીક તમામ નાની મોટી દુકાનો બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. મોટા ખાનપુર ગામની તમામ દુકાનો સજજડ બંધ રાખવામાં આવી છે. ગામમાં ૨૫૦ થી ૩૦૦ દુકાનો આવેલી છે અને તમામે તમામ વ્યપારીઓએ નાનામાં નાના ગલ્લા વાળાઓ એ પણ પોતાનો સહયોગ આપી કોરોના ને ફેલાતો અટકાવવા જન આંદોલન કરી સૌ એ સહયારી જવાબદારી નિભાવવાનો સંદેશ પાઠવયો છે.કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્‍લા વહીવટીતંત્ર વતી જિલ્‍લા કલેકટર આર. બી. બારડે મહીસાગરવાસીઓને અપીલ કરતાં જ્યાં સુધી કોરોનાની વેકસીન નથી આવી ત્યાં સુધી તેના મજબૂત શસ્ત્ર તરીકે ફરજિયાત માસ્ક પહેરીએ અને જે નથી પહેરતા તેમને સમજાવી માસ્‍ક પહેરતાં થાય તેમ કરીએ ખાસ જરૂરીયાત વગર ઘરની બહાર ન નીકળવું જાેઇએ.