દાહોદ

 દાહોદની નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આજ રોજ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી વિજય ખરાડીએ આ તકે ભારતીય લોકશાહી, બંધારણ, ચૂંટણી અને મતાધિકાર બાબતે સરસ માહિતી આપી હતી.

તેમણે મતદાતા જાગૃતિ અંગે વિશદ ચર્ચા કરી હતી અને યુવાનોની લોકશાહી દેશમાં ભૂમિકા વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે લોકશાહી માટે મતદાતાઓની જાગૃતિ ખૂબ મહત્વની છે. યુવાનોએ મતદાર યાદીમાં નામ નોંધાવવું, ચકાસવું તેમજ ચુંટણી પંચ દ્વારા આપવામાં આવતી વિવિધ સુવિધાઓ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી.

આ પ્રસંગે જિલ્લા નોડલ અધિકારી સુશ્રી કાજલબેન દવેએ મતદાતા જાગૃતિ અંગે ખૂબ જ અગત્યની માહિતી આપી હતી. ઉપરાંત કોલેજના આચાર્ય ડો. બી.સી. ચૌધરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમની આભાર પ્રવચન જિલ્લા શિક્ષણ નિરીક્ષક સુરેશ મેડાએ કર્યું હતું.

મતદાર યાદીમાં નામ સૂધારણા, ઉમેરવા, ચકાસણી કરવા કે બાદ કરવા, સ્થળાંતર વગેરે બાબતે ઉપસ્થિત નાગરિકોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી.