આણંદ : આજે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે આઠેઆઠ બેઠકો પર ભવ્ય જીત મેળવતાં તેની ઉજવણી આણંદ ખાતે કરવામાં આવી હતી. આણંદ જિલ્લા સંગઠનને કરજણ વિધાનસભાની જવાબદારી આપવામાં આવી હતી. કરજણ વિધાનસભા બેઠક પર ભાજપના અક્ષય પટેલનો ભવ્ય વિજય થયો હતો. તાજેતરમાં જ નિયુક્ત થયેલાં આણંદ જિલ્લા પ્રદેશ પ્રમુખ વિપુલભાઈ પટેલ (ડભોઉ)એ આ પ્રસંગે કહ્યું હતું કે, ગુજરાતની દિશાહીન કોંગ્રેસને મતદારોએ જાકારો આપ્યો છે. આજે ઉજવણી વખતે તથા જિલ્લાના કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ઉજવણી કરી હતી. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલે વધુમાં કહ્યું હતું કે, ભાજપની વિકાસની રાજનીતિને ફરી એકવાર લોકોએ સ્વીકારી છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વને જનતાએ દિલથી સ્વીકાર્યું છે. કાર્યકરોના પરિશ્રમને કારણે બધી જ બેઠકો જંગી બહુમતીથી જીત્યાં છે. અહીં ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખપદે છેલ્લી ત્રણ ટર્મથી પટેલ સમાજનું વર્ચસ્વ છે. ભાજપ પ્રમુખ મહેશ પટેલની ટર્મ ક્યારની પૂર્ણ થઈ ગઈ હતી. આણંદના પ્રમુખપદની રેસમાં પૂર્વ સાંસદ દિલીપ મણી, વરિષ્ઠ નેતા લાલસિંહ વડોદિયા પણ રેસમાં હોવા છતાં ભાજપે પાયાના કાર્યકર વિપુલભાઈ પટેલ પર કળશ ઢોળ્યો હતો. આણંદ જિલ્લા ભાજપ પ્રમુખપદે વિપુલભાઈ પટેલની વરણી થતાં આણંદ જિલ્લા ભાજપ સંગઠનના નેતાઓને ઝોરનો ઝટકો લાગ્યો હતો. પાર્ટીના લૂત્રોનું કહેવું છે કે, આણંદમાં જૂથબંધી વકરી હતી ત્યારે સ્પષ્ટ વક્તા અને સ્વચ્છ છબિ ધરાવતાં લીડરની જરૂર હતી, જેમાં વિપુલભાઈ પટેલ ખરાં ઊતરતાં હતાં.  

દસથી વધુ પાટીદાર નેતાઓને પાછળ છોડ્યાં

આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે પૂર્વ સાંસદ, પૂર્વ મંત્રી સહિત ૧૦થી વધુ પાટીદાર નેતાઓ અને ક્ષત્રિય સમાજમાંથી પાલિકા પ્રમુખ સહિત ત્રણ નેતાઓએ છેલ્લાં દોઢ માસથી જાેર લગાવ્યું હતંુ. જાેકે, પ્રદેશ સંગઠને તમામને બાજુ પર મૂકીને નવાં નેતાને તક આપી છે.

ત્રણ દાયકાથી પાયાના કાર્યકર તરીકે સેવા આપે છે

સોજિત્રા તાલુકાના ડભોઉ ગામના વિપુલભાઇ પટેલ વ્યવસાયે કિસાનપુત્ર છે. છેક ૧૯૯૦થી ભાજપ સંગઠન સાથે જાેડાયેલાં છે. વિપુલભાઈ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના ઉપપ્રમુખ પદે અને ૨૦૧૮થી ગુજરાત પ્રદેશ ભાજપ મધ્યઝોનના પ્રભારી તરીકે સેવા આપી રહ્યાં છે. લોકસભાની ચૂંટણીમાં સોજિત્રા વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે સેવા આપી હતી. સોજિત્રા વિધાનસભાની બેઠક પર બે વખત ચૂંટણી લડ્યાં છે.