અમદાવાદ-

ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આજે સવારે 7 વાગ્યાથી 8 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થયું હતું. સાંજના છ વાગ્યા સુધી મતદાન ચાલુ હતું. ચૂંટણીના પરિણામો 10 નવેમ્બરે જાહેર થશે. આજે મતદાનનો આખો દિવસ તેમ જ આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો દોર ચાલુ રહ્યો. કોંગ્રેસે ભાજપ પર ધારાસભ્યો બાદ મતદારો ખરીદવાનો આરોપ લગાવ્યો હતો. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ સાંજના પાંચ વાગ્યા સુધી રાજ્યમાં. ગુજરાતમાં 3 નવેમ્બરના રોજ 8 વિધાનસભા બેઠક પર મતદાન યોજાયું હતું. મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું. રાજ્યની આ પેટાચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. જો કે મતદાનની શરૂઆત થતાં જ કેટલાંક સ્થળો પર EVMમાં ખામીની ફરિયાદ ઉઠી હતી. કોરોનાકાળ દરમિયાન યોજાયેલા મતદાનમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. આજે કુલ અંદાજિત 57 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે.

સૌથી વધુ ડાંગમાં 70.12 ટકા મતદાન 

સૌથી ઓછું 33.07 ટકા મતદાન થયું હતું

બેઠક - મતદાન 

મોરબી - 50.54%

અબડાસા - 47.00%

ડાંગ - 70.12%

ધારી - 42.18%

ગઢડા - 46.76%

કપરા - 63.96%

લિંબડી - 54.46%

કરજણ - 55.39%