ગાંધીનગર-

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. ત્યારે સૂત્રોથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે, 21 તારીખના મતદાનમાં મુખ્યમંત્રી પણ ભાગ લઈ શકે છે. 21 ફેબ્રુઆરીએ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. CM રૂપાણી PPE કિટ પહેરી મતદાન કરવા જઈ શકે છે. હાલ મુખ્યમંત્રીની તબિયત સુધારા પર છે. જો કે, CM રૂપાણી દ્વારા મતદાનનો સંપૂર્ણ નિર્ણય ડૉક્ટરની સલામ મુજબ લેવાશે.

વડોદરાની એક સભામાં ચક્કર આવતા મુખ્યમંત્રી સ્ટેજ પર પડી ગયા હતા. જે બાદ તેમને ચેકઅપ માટે અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. જો કે, હાલ તેમની તબિયત સુધાર પર છે. તો 21 ફેબ્રુઆરીએ ગુજરાતમાં મનપાની ચૂંટણીનું મતદાન યોજાશે. તે પહેલા CM રૂપાણીને રાજકોટ હોમ આઈસોલેટ કરી શકે છે. તો સાથે આગામી મતદાનમાં પણ CM રૂપાણી PPE કીટ પહેરી મતદાન કરી શકે તેવી સૂત્રોની માહિતી છે. જો કે, હાલતો તબીબોએ CMને આરામ કરવાની સલાહ આપી છે.