નવી દિલ્હી

દેશમાં કોરોનાની બીજી લહેરમાં બ્રેક વાગતી દેખાઇ રહી છેકોરોના કેસ હવે ઝડપથી ઘટવા લાગ્યા છે. કોરોનાની ઓછી ગતિ હોવા છતાં, મૃત્યુઆંક ડરાવનારો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,5,299 નવા કેસ નોંધાયા છે. જ્યારે 4194 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાના નવા કેસો પછી દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 2 કરોડ 62 લાખ 89 હજાર 290 થઈ ગઈ છે.આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોનાથી દેશમાં અત્યારે 29 લાખ 23 હજાર 400 સક્રિય કેસ છે, જ્યારે 2 કરોડ 30 લાખ 70 હજાર 365 લોકો સ્વસ્થ થઈને તેમના ઘરે ગયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 2 લાખ 95 હજાર 525 લોકોનાં મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્રમાં પણ કોરોનાથી ઘણી રાહત મળતી નજરે પડી રહી છે.

કોરોનાની બીજી લહેરની અસર મહારાષ્ટ્રથી શરૂ થઇ હતી. મહિનાઓ પછી, અહીં કોરોના વાયરસનું સામ્રાજ્ય ઓછું થતું જોવા મળે છે. છેલ્લા 24 કલાકમાં આવેલા કોરોના અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં કોરોનાના 29 હજાર 644 નવા કોવિડ કેસ નોંધાયા છે. જો કે, વાયરસને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 500 કરતા વધારે છે. 24 કલાકમાં, કોરોના વાયરસથી 555 લોકો માર્યા ગયા. આ રીતે રાજ્યમાં કોરોના કુલ કેસની સંખ્યા 55 લાખ 27,092 પર પહોંચી ગઈ છે, જ્યારે વાયરસથી મૃત્યુઆંક 86,618 પર પહોંચી ગયો છે.શુક્રવારે બિહારમાં કોરોના વાયરસના ચેપને કારણે 98 લોકોનાં મોત થયાં. ત્યારબાદ રાજ્યમાં મૃત્યુની સંખ્યા 4339 પર પહોંચી ગઈ. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ચેપના 5154 કેસ નોંધાયા છે, ત્યારબાદ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 6.81 લાખ થઈ ગઈ છે. એવું કહેવામાં આવે છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 6.17 લાખ લોકો ચેપ મુક્ત બન્યા છે જ્યારે 49,311 દર્દીઓ સારવાર હેઠળ છે.