વડોદરા : હાહાકાર મચાવી રહેલા મ્યુકોરમાઈકોસિસના સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ત્રણ મહિલા દર્દીઓએ જીવલેણ રોગ મ્યુકોરમાઈકોસિસને મ્હાત આપી ખુશીથી ઘરે ગયાં હતાં. આ ત્રણેય દર્દીઓ મ્યુકોરમાઈકોસિસના ચુંગાલમાં સપાડાયાં હતાં. બાદમાં છેલ્લા દોઢ-બે મહિનાથી સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતાં, જેમાં એક મહિલા દર્દીની આંખ ઓપરેશન કરીને કાઢી નાખવામાં આવી હતી.

સયાજી હોસ્પિટલમાં છેલ્લાં દોઢ-બે મહિનાથી સારવાર લઈ રહેલા અને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ ઘરે જઈ રહેલા દર્દીઓ અને તેમના સગાઓ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, સાસુમાની હોસ્પિટલમાં સેવા કરતાં પુત્રવધૂએ જણાવ્યું હતું કે, મ્યુકોરમાઈકોસિસની આવી પડેલી બીમારીને નસીબ સમજી સ્વીકારી લો. મારી સાસુની એક આંખ કાઢી નાખવામાં આવી છે, તે ભલે કાઢી નાખવામાં આવી હોય, પરંતુ તેમની જિંદગી બચી ગઈ એ અમારા માટે મોટી વાત છે. હું એમની બીજી આંખ તરીકે દેખભાળ કરીશ અને આખી જિંદગી સાચવીશ... તેમ જણાવી સયાજી હોસ્પિટલના તબીબ અને નર્સ્િંાગ તેમજ સ્ટાફના કર્મચારીઓનો સહૃદય આભાર માણ્યો હતો. અત્યાર સુધી મ્યુકોરમાઈકોસિસની સારવાર દરમિયાન વડોદરામાં પાંચ જેટલા દર્દીઓના મોત નીપજ્યાં છે. જાે કે, હાલ પણ સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં ૨૦૦થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ મહામારીમાં અનેક લોકોએ આંખો અને દાંતાના જડબા ગુમાવ્યા છે અને અનેક લોકો સજા પણ થઈ રહ્યા છે. આજે વડોદરાની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ દર્દીઓમાં વડોદરા, ભરૂચ, અંકલેશ્વરની મહિલાઓનો સમાવેશ થાય છે. આ મહિલા દર્દીઓ આનંદની લાગણી સાથે હોસ્પિટલમાંથી વિદાય લેતાં અન્ય દાખલ દર્દીઓમાં પણ હિંમત આવી ગઈ હતી અને ભાવવિભોબ બન્યાં હતાં. જ્યારે સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સારવાર કરી રહેલા ડો. રાહુલ ગુપ્તા અને ડો. આનંદ પલાસે જણાવ્યું હતું કે, મ્યુકોરમાઈકોસિસના દર્દીઓને ગભરાવવાની જરૂર નથી. લક્ષણો જણાય ત્યારે તરત જ ડોકટરોનો સંપર્ક સાધી સમયસર સારવાર શરૂ કરવાથી કોઈ તકલીફ ઊભી થતી નથી.