છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લામાં હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીને કારણે સમગ્ર શાળાઓ બંધ છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેમાં ધો ૧૦ના વિદ્યાર્થીઓને તો સરકાર દ્વારા માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. પરંતુ ધો ૧૨ના અંદાજિત ૧૦ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષાની કાગડોળે રાહ જાેઇને બેસી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા ધો ૧૨નું ઓન લાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ ચાલી રહેલ કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા પરીક્ષા અંગે શુ ર્નિણય લેવામાં આવે છે. જે અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓ રાહ જાેઇને બેઠા છે. ધો ૧૨એ વિદ્યાર્થીના ભવિષ્યનું મહત્વનું પાસું ગણવામાં આવે છે. જેને કારણે વાલીઓમાં પરીક્ષા અંગે ભારે ચિંતા જાેવા મળી રહી છે.

હાલમાં ઓનલાઈન શિક્ષણ અંગે છોટાઉદેપુર જિલ્લામાં વિદ્યાર્થીઓની રુચિ ઓછી જાેવા મળી રહી છે. તેમ શિક્ષકો દ્વારા જાણવા મળ્યું હતું. ઓનલાઈન કલાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થતી જાય છે. શાળામાં જે ભણવામાં અનુકૂળતા રહે છે તે ઓનલાઈનમાં મળતું નથી. તેમ વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. સાક્ષરતાની દ્રષ્ટિએ દર વર્ષે ધો ૧૦ અને ધો ૧૨નું પરિણામ ભારે નબળું આવે છે. જિલ્લામાં રોજગારીના અભાવને કારણે ઘણા વિદ્યાર્થીઓ ખેતી તથા મજૂરી પણ કરતા હોય છે. અને સાથે સાથે ભણતા પણ હોય છે. પરંતુ હાલની મોંઘવારીમાં અને મંદીના માહોલમાં ભણવાની સાથે ઘર ચલાવવું પણ જરૂરી છે. જેથી વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણમાં ધ્યાન આપી શકતા નથી. છોટાઉદેપુર જિલ્લામાં અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા વિદ્યાર્થીઓની પાસે સ્માર્ટ મોબાઈલ ફોન હોતા નથી. અંતરિયાળ ગામડાઓમાં નેટવર્ક પણ આવતા નથી. જેને કારણે ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણથી વંચિત રહી જતા હોય છે.