ઓલપાડ,તા.૨૨ 

એક બાજુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની ગંદકી દુર કરવા દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવી હાથમાં જાતે ઝાડુ પકડી સફાઇ કરી રહ્યા છે,ત્યારે બીજી બાજુ દેશના પ્રધાનમંત્રીના સ્વચ્છતાના સંદેશાને વેગ આપવા ઓલપાડ તાલુકાના અટોદરા ગ્રામ પંચાયતના વોર્ડ સભ્યની ગંદકી દુર કરવાની વારંવારની ફરિયાદ વાંઝણી પુરવાર થઇ હતી.જેથી તેમણે ગામના સરપંચ-તલાટી સહિત ઓલપાડ ટીડીઓને તા-૨૨-૦૬-૨૦૨૦ ના રોજ વોર્ડ નંબર-૬ ના સભ્યપદેથી રાજીનામું ધરી દીધું હતું.

ઓલપાડ તાલુકાના અટોદરા ગામના બસ સ્ટેન્ડ ફળિયામાં રહેતા અશોકભાઇ હિંમતભાઇ સોલંકી છેલ્લા ત્રણ વર્ષથી ગ્રા.પં.વોર્ડ નંબર-૬ માં સભ્યપદે કાર્યરત હતા.તેમના લેખિત રાજીનામાની વિગત મુજબ અટોદરા ગામના દરેક મહોલ્લામાં ઠેર-ઠેર ગંદકી હોવાના કારણે ગામમાં ૮૦ ટકા ગંદકીના સામ્રાજ્યથી ગામની પ્રજાનું આરોગ્ય જાખમાઇ રહ્યું છે.ગ્રા.પં.ના સરપંચ નિલોફર અસ્ફાક શેખ અને તલાટી કમ-મંત્રી મહેશ કંસારીયા ભારત સરકારના સ્વચ્છતા અભિયાનને સમર્થન ન આપતા ગામમાં ગંદકી વકરી રહી છે.જેથી ગામના દરેક ફળિયાના છેવાડે ઉકરડો બની રહ્યો છે.જેના પગલે ગામમાં રોગચારો ફાટી નીકળવાની સંભાવના હોવાથી ગંદકી દુર કરાવવા ગ્રા.પં.ની સામાન્ય સભામાં મેં વારંવાર રજુઆતો કરેલ છે.પરંતુ આ ફરિયાદ મામલે બંન્ને ધુરંધરોએ આંખ આડા કાન કરતા તેની વારંવારની રજુઆતો ન સાંભળતા હું રાજીનામું આપી રહ્યો છું.જા કે પંચાયત અધિનિયમની જાગવાઇ મુજબ કોઇ પણ પંચાયત સભ્ય સરપંચના હાથમાં લેખિત રાજીનામું આપે એટલે તેને મંજુર કરવાનો અધિકાર સરપંચનો છે.