વલસાડ, વલસાડ જિલ્લાના સરીગામ જીઆઇડીસીમાં ધમધમતી કેમિકલ કંપનીઓ દ્વારા જનજીવનને ભારે અસર થઈ રહી હોવાની લોકો વારંવાર ફરિયાદ કરતા રહ્યા છે. પરંતુ સરકારી તંત્રના અધિકારીઓ લોકોના જીવન સાથે સરેઆમ રમત રમતા ઉદ્યોગપતિઓના ખોળા બેસી ફરજ બજાવતા હોવાને કારણે લોકોને નિરાશા સિવાય કશું જ મળતું નથી. મળતી વિગતો પ્રમાણે સરીગામ જીઆઇડીસીની સર્વાઇવલ ટેક્નોલોજીસ કંપની તેના વેસ્ટ કેમિકલ કચરાને ડ્રમમાં ભરી કંપનીની ખુલ્લી જમીન માં દાટી માનવહીત સામે ચેડાં કરતી હોવાનો પર્દાફાશ થતા તંત્રની કામગીરી સામે પ્રશ્ન ઉઠી રહ્યા છે. કંપનીના કારસ્તાન બાબતે એક જાગૃત નાગરિકે ફરિયાદ કરતા જીપીસીબીના અધિકારીઓએ નાછૂટકે કંપનીની ખુલ્લી જમીનમાં ખોદકામ કરાવી તપાસ કરાવી હતી. તપાસમાં ૨૦૦ લિટરના વેસ્ટ કેમિકલથી ભરેલા ત્રણ ડ્રમ મળી આવ્યા હતા. જે બાદ જીપીસીબીએ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધવાના ચક્રો ગતિમાન કર્યા છે.આ કંપની ઇન્ટરમીડીએટ ફાર્મા પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે. કંપનીમાં નીકળતો વેસ્ટ કેમિકલનો જથ્થો જીપીસીબીના નિયમો મુજબ ઝ્રઈ્‌ઁ માં મોકલવાનો હોય છે તેને બદલે ડ્રમમાં ભરી કંપની પોતાની ખુલ્લી જમીનમાં ખાડા ખોદીને દાટી દઈ કાયદાના ઉલ્લંઘનની સાથે જનજીવનને ખતરામાં ધકેલી રહી છે. જીપીસીબીએ કેમિકલ નિકાલ માટે કરેલી ગેરકાયદે પ્રવૃત્તિ અંગે દંડાત્મક કાર્યવાહી કરવા રિપોર્ટ તૈયાર કરી વડી કચેરીને મોકલી આપ્યો છે. જાે કે કંપની સંચાલકો કેમિકલ ડ્રમો તેમના ન હોવાનું રટણ કરી રહયા છે. કંપની ફાર્મા ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ બનાવે છે.