વડોદરા : ફાયરના સાધનો યોગ્ય મેઈન્ટેન કે સાધનોનો અભાવ હોય તેવી કોમર્શિયલ બિલ્ડિંગોને નોટિસ આપવા છતાનં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરાતાં હવે કોર્પોરેશનની ચૂંટણી બાદ ફાયર બ્રિગેડનું તંત્ર ફરી એકશનમાં આવ્યું છે. આજે ફાયર એનઓસીની દરકાર નહીં કરનાર સયાજીગંજ વિસ્તારની બે, અલકાપુરી વિસ્તારની બે, ફતેગંજ વિસ્તારની એક મળીને કુલ પાંચ બિલ્ડિંગો પર પોલીસ અને વીજ વિભાગની ટીમ સાથે ફાયર બ્રિગેડની ટીમ ત્રાટકી હતી અને આ બિલ્ડિંગના વીજજાેડાણો કાપી નાખવામાં આવ્યા હતા.

રાજ્યની કોવિડ હોસ્પિટલોમાં આગની ઘટનાઓ બાદ એકાએક તંત્ર સપર્ક બન્યું હતું અને ફાયર એનઓસી સંદર્ભે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સંદર્ભે નામદાર હાઈકોર્ટમાં થયેલી પિટિશન સંદર્ભે પણ અદાલતે ફટકાર લગાવી હતી. જાે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના કારણે ફાયર એનઓસીના ચેકિંગની કામગીરી સ્થગિત રાખવામાં આવ્યા બાદ ચૂંટણી પૂરી થતાંની સાથે ફાયર વિભાગ ફરી એકશનમાં આવ્યું છે.

અગાઉ ફાયર વિભાગ દ્વારા શહેરની વિવિધ કોમર્શિયલ બિલ્ડિંગોમાં ફાયરસેફટીના સંસાધનોની ચકાસણી સાથે કાર્યરત છે કે કેમ? કે કયા સાધનોની કમી છે તે પૂર્ણ કરવાની યાદી સાથે આવી બિલ્ડિંગોને નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસી આપ્યાને બે ત્રણ મહિના થવા છતાં બિલ્ડિંગનું સંચાલન કરનારા દ્વારા ફાયરના સંસાધનોને અપગ્રેડ કરવા કે એનઓસી મેળવવા સંદર્ભે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આજે ફાયર બ્રિગેડની ટીમ પોલીસ, વીજ કંપની તેમજ પાલિકાની વોર્ડ ઓફિસના એન્જિનિરિંગ સ્ટાફ સાથે આવી બિલ્ડિંગો પર ત્રાટકી હતી. જેમાં સયાજીગંજ વિસ્તારમાં આવેલ અંતરિક્ષ કોમ્પલેકસ અને અલંકાર ટાવર, અલકાપુરી વિસ્તારમાં આવેલ શ્રીરામ ચેમ્બર્સ અને વિન્ડસર પ્લાઝા ઉપરાંત ફતેગંજ વિસ્તારમાં આવેલ એક કોમ્પલેક્સ દ્વારા નોટિસ છતાં ફાયર સેફટીના નિયમોનું પાલન નહીં કરતાં આ બિલ્ડિંગોનું વીજ અને પાણીનું જાેડાણ કાપી નાખવામાં આવ્યું હતું.