મુંબઈ-

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલન થયા બાદ કાટમાળમાં દબાઈ જવાથી ૪૪ લોકોના મોત થયા છે. મહાડ વિસ્તારમાં અલગ અલગ ત્રણ જગ્યાએ ભૂસ્ખલન થયું છે. પહાડ ધસી પડવાથી જે કાટમાળ પડ્યો તેમાં અનેક લોકો દટાયા. હવે રેસ્ક્યૂ કરીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. જાે કે શુક્રવારે બપોર સુધી ૩૫ મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે હજુ પણ ૩૦થી ૩૫ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં કુલ ૧૫ લોકોને રેસ્ક્યૂ કરાયા છે. જ્યારે એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે રેસ્ક્યૂ ઓપરેશન કરી રહી છે.

મહારાષ્ટ્રમાં આજે સવારે મુંબઈમાં પણ અકસ્માત થયો. પૂર્વત્તર મુંબઈના પરા વિસ્તાર ગોવંડીમાં એક ઈમારત ધસી પડવાથી ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા અને ૧૦ જેટલા લોકો ઘાયલ થયા છે. આ ઘટના સવારે ૫ વાગે ઘટી. જ્યારે શિવાજી નગરમાં એક ઈમારત તૂટી પડી. ઘટના સમયે પીડિતો ઊંઘી રહ્યા હતા.બીજી તરફ રાયગઢના તલઇ ગામમાં ૩૫ ઘરો પર ભૂસ્ખલન થયુ હતુ જેને કારણે ૩૨ લોકોના મોત થયા છે જ્યારે ૭૦થી વધુ લોકો લાપતા થયા છે.

રત્નાગિરી જિલ્લામાં જગબુડી નદી ખતરાના નિશાનથી ૨ મીટર અને વશિષ્ઠ નદી ખતરાના નિશાનની નજીક એક મીટર ઉપર વહી રહી છે. કજલી, કોડાવલી, શાસ્ત્રી અને બાવંડી નદીએ પણ ખતરાના નિશાનને પાર કરી લીધો છે. કુંડલિકા, અંબા, સાવિત્રી, પાતાલગંગા, ગઢી અને ઉલ્હાસ નદી પણ ચેતવણીના સ્તર પર વહી રહી છે.વરસાદને કારણે કોંકણ રેલ રૂટ પર કેટલીક જગ્યાએ લેન્ડસ્લાઇડ થઇ છે. રત્નાગિરી જિલ્લામાં વરસાદને કારણે રેલ સર્વિસ બંધ થઇ ગઇ હતી, તેનાથી અલગ-અલગ જગ્યાઓ ઉપર આશરે ૬ હજાર મુસાફર ફસાયેલા છે, તેમણે બહાર કાઢવા માટે દ્ગડ્ઢઇહ્લની ટીમોને લગાવવામાં આવી છે.છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહારાષ્ટ્રના ચિપલૂન, કોલ્હાપુર, સતારા, અકોલા, યવતમાલ, હિંગોલી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. ચિખલી વિસ્તારમાં ભારે વરસાદને કારણે લોકોના ઘરમાં પાણી ભરાઇ ગયુ છે. અહી પણ દ્ગડ્ઢઇહ્લની ટીમ રેસક્યૂ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં અત્યારે અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જનજીવન ખોરવાયું છે. સતારાના મહાબળેશ્વર હિલ સ્ટેશન પર ૪૮૦ એમએમ વરસાદ નોંધાયો છે. જે ૪૫ વર્ષનો રેકોર્ડ બ્રેક કરી ચૂક્યો છે. મહાબળેશ્વરના સતારાથી સંપર્ક તૂટ્યો છે કેમકે બંનેને જાેડતો રસ્તો પૂરમાં વહી ચૂક્યો છે.મહારાષ્ટ્રમાં વરસેલા મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. સાથે જ અનેક જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. થાણે, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ અને કોલ્હાપુર સહિતના પાંચ જિલ્લામાં મેઘતાંડવથી હજારો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મુશળધાર વરસાદથી મહારાષ્ટ્રની લગભગ તમામ નદીઓ ગાંડીતૂર બની છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના લીધે બનેલો બનાવ દુઃખદ બાબત છે. મેં આ અંગે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને એનડીઆરએફના ડીજી એસએન પ્રધાન સાથે વાત કરી છે. એનડીઆરએફની ટીમ રાહત અને બચાવકાર્યમાં લાગેલી છે. કેન્દ્ર ત્યાં શક્ય તેટલી બધી મદદ કરી રહ્યું છે.મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે રાયગઢ જિલ્લાના તલાઈ ગામમાં ભૂસ્ખલનના લીધે કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે. કેટલાય સ્થળે બચાવકાર્ય જારી છે. મેં લોકોને નીકાળવાની સાથે ભૂસ્ખલન પ્રભાવિત ક્ષેત્રોમાં રહેતા લોકોને બીજે સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો છે.