વડગામ : વડગામના મગરવાડા - વરસડા રોડ પર પાણી ભરાઇ જતા રસ્તો બદ થઈ જતાં વાહનચાલકોએ ૫ કી.મી.ફરીને જવું પડે છે. વારંવાર રોડ ઉંચો કરવા રજૂઆત કરવા છતાં તંત્રના આંખ આડા કાન કરી રહ્યું છે.વડગામ તાલુકાના મગરવાડાથી વરસડા મગરવાડા અને વરસડા રોડ પર પાણી ભરાતા રસ્તો બદ થઈ જતાંબીજા ૫ ગામ વચ્ચે નો સંપર્ક તૂટ્યો છે. વરસડામાં સુપ્રસિધ્ધ યાત્રાધામ સધી માતાજીનું મંદિર આવેલું છે. ત્યાં દર રવિવારે લોકો માતાજીના દર્શન માટે છે. રસ્તા પર ૫ ફૂટ જેટલું પાણી ભરાઈ રહેતા લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આજુબાજુના બીજા ૫ ગામોનો સંપર્ક તુટી ગયો છે. જેના બીજા ગામના લોકોને ૫ કી. મી. ફરીને જવું પડે છે. આં અંગે મગરવાડા અને વરસડા ગામના લોકોએ રોડ ઉંચો કરવા સરપંચ અને જિલ્લા પંચાયતના સદસ્ય ફલજીભાઈ ચૌધરી દ્વારા મોખિક અને લેખિત રજૂઆત કરવામાં આવી છે પણ જવાબદાર તંત્રના અધિકારીઓ નેતાઓ ખાલી પોકળ વાયદા કરી આખ આડા કાન કરી રહ્યા છે. તાત્કાલિક આં રોડ ઉંચો કરવામાં આવે તેવી સ્થાનિક લોકો અને ગ્રામજનોની માંગ ઉઠી છે.