વડોદરા - વડોદરા મહાનગર પાલિકામના ભ્રષ્ટ શાસકોના પાપે શહેરના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળે છે.જેને લઈને પ્રજા દયનીય સ્થિતિમાં મુકાઈ જવા પામી છે. વડોદરા પાલિકા દ્વારા જે પ્રિ મોન્સૂન કામગીરી પૂર્ણ કર્યાના દાવાઓ કરાયા હતા.એજ પાલિકાના પ્રિ મોન્સૂન પ્લાનના ધજાગરા ઉડેલા ઠેરઠેર જોવા મળી રહ્યા છે. 

બુધવારે આખો દિવસ ઉઘાડ નીકળયા પછી પણ મોટાભાગના વિસ્તારોમાં પાણીનો ભરાવો રહ્યો હતો.રાવપુરા સહિતનો રાઉન્ડ ધ કલ;ઓક ધમધમતો શહેરી વિસ્તાર અને બહુચરાજી રોડ, સમા, ભાયલી, અટલાદરા, ડભોઇ રોડ,વાઘોડિયા રોડ, મકરપુરા,દંતેશ્વર,વડસર,મકરપુરા, તરસાલી, માંજલપુર, પોલો ગ્રાઉન્ડ આસપાસનો સોસાયટી વિસ્તાર, વાસના રોડ,તાંદલજા,ગોત્રી, ગોરવા, ન્યુ વીઆઈપી રોડ, આજવા રોડ એકતાનગર સહિતના શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયેલા રહયા હતા.

ખાસ કરીને શહેરના નવવિકસિત વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ઉતરવાનું નામ લેતા નથી.તેમ છતાં પાલિકા દ્વારા આ ભરાયેલા પાણીનો નિકાલ કરવાને માટે કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી. વડોદરા શહેરના આજવા રોડ ખાતે આવેલ એકતાનગર જવાના મુખ્ય રોડ પર પાણી ભરાઈ ગયા છે અને આ પાણીમાં અસંખ્ય પ્રકારના નાના મોટા ખાડા પડી ગયા છે જેના કારણે આવતા જતા વાહનચાલકો અટવાઇ જાય છે,પડી જાય છે.એક તરફ સ્માર્ટ સિટીની વાતો કરતુ પાલિકાનું તંત્ર અને બીજી તરફ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પડતી હાલાકીને કોઈપણ જાતની શરમ રાખતા નથી. વિવિધ વિસ્તારની પ્રજા ઓનલાઈન ફરિયાદ કરીને પણ થાકી ગઈ છે.

કપુરાઇ ટાંકીના કર્મીઓને પાણીમાંથી પસાર થવું પડે છે

શહેરના છેવાડે આવેલ કાપુરાઇ ગામ પાસે આવેલ કપુરાઇ પાણીની ટાકીના કર્મચારીઓને ફરજ પાર જવાને માટે માર્ગમાં ભરાયેલા કેડ સમા પાણીમાંથી પસાર થવું પડે છે. આ માર્ગમાં ભરાયેલા પાણીમાં સાપ.મગર જેવા પ્રાણઘાતક પ્રાણીઓ હોવાનો સતત ડર રહયા કરે છે.આ ડર વચ્ચે કર્મચારીઓ ફરજ બજાવવા જાય છે.આ સમસ્યાના ઉકેલને માટે તેઓએ કપૂરે ટાકીની મુલાકાતે ગયેલા પાલિકાના મહિલા કોંગી કાઉન્સિલર સમક્ષ રજૂઆત કરી હતી.