રાજકોટ,

રાજ્યમાં ભારે વરસાદના પગલે દરિયાકાંઠા વિસ્તારમાંથી 15 હજારથી લોકોનું સ્થળાંતર કરાયું છે. ખંભાળિયા, દ્વારકા, જામનગરમાં જિલ્લામાં સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરાઈ છે. SDRFની 11 ટિમો તૈનાત કરવામાં આવી છે, નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનુ સ્થળાંતર કરાયું છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો છે. જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે અને ખેડૂતોને પાકમાં મોટું નુકસાન જવાની ભીતિ છે. ઘેડ પંથકના ખેતરોમાં જળબંબાકાર થતાં હજારો વિઘા જમીનમાં મગફળીના વાવેતરને નુકસાન થવાની શક્યતાઓ છે. નદીઓના પાણી પણ ખેતરમાં ફરી વળ્યાં છે. ઉપરવાસમાં વધુ વરસાદથી ઘેડ પંથક ચારે બાજુ જળબંબાકાર થયું છે. પંચાળા, બાલાગામ, બામણાસા, પાડોદર, સરોડ, અખોદર સહિતના ગામોના ખેતરોમાં પાણી ભરાયા છે. જો વધુ વરસાદ થશે તો જળબંબાકારની સ્થતિ સર્જાય શકે છે. ખંભાળિયા, દ્વારકા, જામનગરમાં જિલ્લામાંથી સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરાઈ છે. મોરબી, પોરબંદર જિલ્લામાં પણ નીચાણવાળા વિસ્તારમાંથી સ્થળાંતર શરૂ કરાયું છે.  રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના પગલે રાજકોટ જિલ્લાનું સાતવડી ગામ સંપર્કવિહોણું બન્યું છે. સાતવડી નદી બે કાંઠે વહેતી હોવાથી ગામમાં જવાનો મુખ્ય રસ્તો પણ બ્લોક થઇ ગયો છે. નદી પર પુલની વ્યવસ્થા ન હોવાથી લોકો ગામમાં ફસાઇ ગયા છે.