જૂનાગઢ-

ભાજપ ગુજરાતનાં અધ્યક્ષ સી. આર. પાટીલ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસે છે. આજે તેમનો બીજાે દિવસ છે. પ્રદે અધ્યક્ષે આજે ભાજપના કાર્યકર્તાઓને અનેક વાતો સમજાવી દીધી છે. તેમણે કાર્યકર્તાઓને સ્પષ્ટ વાત કરતા કહ્યું કે, જૂથવાદ કરનારને તેનું સ્થાન બતાવાવમાં આવશે. અમે કાર્યકરોને વિનંતી કરી છે કે, તેઓ ક્્યારેય જૂથવાદમાં પડે નહીં. તમે તમારા મેરિટ ઉપર જ લક્ષ્ય આપજાે. તમને તમારા કરેલા કામ પરથી જવાબદારી સોંપવામાં આવશે. કોઇના કહેવાથી અને કોઇના જૂથમાં રહેવાથી કોઇ જવાબદારી નહીં મળે.

સી. આર પાટીલે વધુમાં જણાવ્યું કે, ૨૦૨૨માં તમામ ૧૮૨ બેઠક પર અમે જીતીશું. લોકસભાની ૨૬માંથી ૨૬ બેઠક જીત્યા હતા તેવી જ રીતે વિધાનસભાની પણ ૧૮૨માંથી ૧૮૨ બેઠકો પર જીત મેળવીશું. ૧૮૨ બેઠકો જીતવી અધરી વાત નથી. આ માટે અત્યારથી જાે કહેલા કામ પાર પાડશે તો આ જીત એક હજારને એક ટકા નક્કી છે.

આ ઉપરાંત તેમણે કાર્યકર્તાઓનાં શિક્ષક બનીને પણ અનેક વાતોની ટકોર કરી કે, કાર્યકરોને જૂથવાદથી દૂર રહી કામ કરવું જાેઇએ. નેતાઓના ઝભ્ભા પકડવાના બદલે પેજ સમિતિમાં સાચા કાર્યકરોને સ્થાન આપવા સૂચના આપવામાં આવી છે. ચૂંટણીમાં જાે ટિકિટ જાેઇતી હશે તો છેલ્લી ૪ ચૂંટણીમાં પેજ-બુથમાં પક્ષને લીડ હોવી જરૂરી છે. જાે લીડ ન હોય તો ટિકિટની અપેક્ષા ન રાખવી. લોકોના કામ કરવા કાર્યકરોને ટકોર કરી છે. મંત્રીઓ-સાંસદો પાસે લોકોના પ્રશ્નો પહોંચાડવાની કાર્યકરોની જવાબદારી છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જુના નેતાઓને એક કરવાની શરૂઆત કરતા પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યની મુલાકાત લીધી છે. હેમાબેન આચાર્ય આરઝી હુકુમત આંદોલનમાં સામેલ થયા હતા.