વેસ્ટ ઈન્ડિઝની દિગ્ગજ બેટ્સમેન સર એવર્ટન વીક્સનું બુધવારે 95 વર્ષની વયે અવસાન થયું હતું. વીક્સને 2019 માં હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યારથી તે બીમાર હતા. એવર્ટન વીક્સ, ક્લાઇડ વોલકોટ અને ફ્રેન્ક વોરેલ સાથે, બાર્બાડોઝમાં જન્મેલી ત્રણ તીકડી હતી, જેને 'થ્રી ડબલ્યુએસ' નાં નામે ઓળખવામાં આવતા હતા. આ ત્રણેય વર્લ્ડ ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી હતી. આ ત્રણમાંથી સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાતા વીક્સ વેસ્ટ ઇન્ડીઝ તરફથી 48 ટેસ્ટ રમ્યા હતા. એવર્ટન વીક્સનો જન્મ 26 ફેબ્રુઆરી 1925 નાં રોજ થયો હતો.

વિકેસે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 1948 થી 1958 ની વચ્ચે 58.62 ની સરેરાશથી 4,455 રન બનાવ્યા. આ દરમિયાન તેમણે 15 સદી પણ ફટકારી હતી. વીક્સે સતત પાંચ ઇનિંગ્સમાં સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેમની એવરેજ 58.61 રહી છે, જે વેસ્ટ ઇન્ડીઝનાં ખેલાડીઓમાં જ્યોર્જ હેડલી કરતા થોડી ઓછી છે. તેમનું નામ વિશ્વનાં સૌથી ઝડપી 1000 ટેસ્ટ રન મેળવવાનો સંયુક્ત રેકોર્ડ પણ છે. તેમના સિવાય ઇંગ્લેન્ડનાં હર્બર્ટ સટક્લિફ બીજા ખેલાડી છે જેમણે આ 12 ઇનિંગમાં કરી બતાવ્યુ છે.

સર એવર્ટન વીક્સની પાસે ડિલીવરી થતા જ બોલ ઓળખવાની ક્ષમતા હતી. વીક્સે 152 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 55.34 ની એવરેજથી 12,010 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 26 સદી પણ ફટકારી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમનો સર્વોચ્ચ સ્કોર અણનમ 304 રન છે.