મુંબઈ-

શેરબજારમાં હંગામી સપોર્ટ સિવાય આજકાલ મોટાભાગે વૈશ્વિક મહામારી કોરોનાને પગલે અને દુનિયાભરના અર્થતંત્રોમાં તેની રીકવરી બાબતે ચાલી રહેલી આશંકાને પગલે અવારનવાર કડાકો જોવાય છે. સોમવારે પણ આવું જ બન્યું અને સેન્સેક્સ તથા નિફ્ટી ઘટાડે બંધ રહ્યા. હવે નિષ્ણાતોના મત મુજબ મંગળવારે કેવો ટ્રેન્ડ રહેશે એના પર એક નજર. હોટેલ-હોસ્પિટાલિટી અને ફાર્મા સેક્ટરોમાં બજાર સારું રહે એવા સેન્ટીમેન્ટ હોવાને લીધે આજે જાણકારો ઝોડીએક ક્લોધિંગ, સુવેન ફાર્માસ્યુટીકલ, આઈએફબી ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયન હોટેલ્સ કંપની, ડાયનેમેટીક ટેક્નોલોજીઝ, રુશિલ ડોક્ટર જેવા સ્ટોક્સમાં તેજીનો ટ્રેન્ડ જૂએ છે. જો કે, કેટલાંક આઈસીઆઈસીઆઈ સિક્યુરિટિઝ, હિરોઝ મોટોકોર્પ, ઈન્ડિયન ઓઈલ, મેરીકો જેવા સ્ટોક્સ પર પણ નજર રાખે છે. 

જ્યારે ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ્સ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક, અપોલો ટાયર્સ, એનએમડીસી લિમિટેડ, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા જેવા શેરોમાં જાણકારોના મતે ખાસ તેજી નહીં જોવાય અને ઘટાડો કે ભાવસપાટી જળવાય એવું રુખ દેખાય છે. સાથે જ એકાદ અઠવાડિયાની આસપાસ જે સ્ટોક્સ ઉચ્ચ સપાટીને સ્પર્શ્યા હતા એવા કેટલાક સ્ટોક્સ પર પણ નજર રાખવા જેવી છે, જેમાં આઈએફબી ઈન્ડસ્ટ્રીઝ, સીએટ, ટાટા મોટર્સ, તેમજ આઈડીએફસી ફર્સ્ટ બેંકનો સમાવેશ થાય છે.