મુંબઇ 

અભિનેત્રી પાયલ ઘોષે અનુરાગ કશ્યપ વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. પાયલની ફરિયાદ પર હવે અનુરાગની મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં પોલીસે પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે તેમને પરવાનગી વગર મુંબઈની બહાર ન ફરવા કહ્યું હતું. ત્યારે આજની પુછપરછમાં અનુરાગે અનેક ખુલાસા કર્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અનુરાગ કશ્યપે પોલીસના સવાલોના જવાબ આપતા જ તેમની સામેના તમામ આરોપોને ફગાવી દીધા હતા. અનુરાગે પોલીસને કહ્યું કે હું પાયલ ઘોષને ફક્ત વ્યવસાયિક રૂપે ઓળખું છું. હું લાંબા સમયથી પાયલને મળ્યો નથી. 

વધુમાં કહ્યુ કે 'હું તેમને વર્સોવા સ્થિત મારા ઘરે ક્યારેય મળ્યો ન હતો, ન તો મેં તેની સાથે યૌન શોષણ કર્યું છે. મને જાતે જ આશ્ચર્ય થયું જ્યારે મને ખબર પડી કે પાયલે મારા પર આક્ષેપો કર્યા છે. આ બધા આક્ષેપો ખોટા અને પાયાવિહોણા છે, તેમાં કોઈ સત્ય નથી. આ કદાચ મારી વિરુદ્ધ કાવતરું છે. હું આ મામલે સંપૂર્ણ નિર્દોષ છું. ' 

જો મુંબઈ પોલીસની પૂછપરછમાં આરોપો સાચા હોય તો અનુરાગની ધરપકડ કરી શકાય છે. જણાવી દઈએ કે પાયલે તેની વિરુદ્ધ 4 કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો.