ગાંધીનગર-

કલોલ ખાતે સામુહીક આરોગ્ય કેન્દ્રમા અંદાજીત ૭ર લાખના વિકાસસાધનોની ભેટ આપવા આવી પહોચેલા રાજયના ઉપમુખ્યપ્રધાન નીતીન પટેલ દ્વારા કોરોનાના સમયકાળમા આરોગ્યકર્મીઓ દ્વારા કરવામા આવેલી કાર્યવાહીને બિરદાવી હતી તેઓએ કહ્યુ હતુ કે, આરોગ્ય કર્મીઓ અત્યાર સુધી ખુબજ સારી કામગીરી નિભાવી છે. પરંતુ હાલમા કોરોનાની વિકસીન આપવાનુ કામ રાજયભરમા ચાલી રહયુ છે અને તેવામા આરોગ્યકર્માીઓ હડતાળ યોજી રહ્યા છે તે ચલાવી શકાય નહી. તેઓએ કહ્યુ કે, હડતાળીઓને પરત ફરજ પર આવી જવાની હાકલ અને અપીલ કરી હતી. કલોલ મતવિસ્તાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંસદ ક્ષેત્રમા આવે છે અને તેઓએ આ વિસ્તારના લોકોની ચિતા સેવી અને અહી વિકાસ સુવિધાઓ વધારી હોવાનુ જણાવ્યુ હતુ. આ ઉપરાંત નીતીન પટેલ દ્વારા કહેવાયુ હતુ કે, કોરોના હજુ ગયો નથી તો તેના નિયમોની અમલવારી સજજડ કરે. આ ઉપરાત કોરોનાની રસી પર કોંગ્રેસ દ્વારા ઉઠાવતા સવાલના જવાબમા પણ તેઓએ કહ્યુ કે, કોંગ્રેસને દરેક બાબતે કાવતરા જ દેખાય છે. તેઓ પાસે દ્રષ્ટીકોણ નથી અને કોઈ એજન્ડા પણ નથી રહ્યા એટલે એલફેલ નિવેદનો કરી રહ્યા હોવાનુ કહ્યુ હતુ. ગુજરાતની નવી હોર્ટિકલ્ચર નીતી બાબતે પણ નીતીનભાઈ દ્વારા વાત કરવામા આવી હતી.