હુગલી-

પશ્ચિમ બંગાળમાં બે તબક્કાની ચૂંટણી થઇ ચૂકી છે. છ એપ્રિલના રોજ ત્રીજા તબક્કામાં વોટિંગ થવાનું છે. શનિવારના રોજ હુગલીના તારકેશ્વરમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વખત ફરીથી મુખ્યમંત્રી મમતા બેનર્જીને આડે હાથ લીધા. મતદાન દરમ્યાન સતત ચૂંટણી પંચની કાર્યશૈલી પર મમતાના પ્રશ્ન ઉઠાવા પર મોદીએ તેના પર પલટવાર કર્યો.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે રમતના સમયે જાે કોઇ ખેલાડી એમ્પાયર પર વારંવાર પ્રશ્ન ઉઠાવે છે તો અમને ખબર છે કે તેમની રમતમાં કંઇક મુશ્કેલી છે. આ જ રીતે રાજનીતિમાં જાે કોઇ ઈવીએમને ગાળો આપે કે ચૂંટણી પંચને વારંવાર પ્રશ્ન કરે તો આપણે સમજી જવું જાેઇએ કે તેમનો ખેલ ખત્મ થઇ ચૂકયો છે.

જનસભામાં ભીડને સંબોધતા મોદી એ કહ્યું કે ૨મેના રોજ શું પરિણામ આવવાનું છે તેની ઝલક આપણે બે દિવસ પહેલાં નંદીગ્રામમાં જાેઇ ચૂકયા છીએ. દરેક તબક્કાની ચૂંટણી સાથે દીદીનો ગુસ્સો વધતો જશે, મારા પર ગાળોનો વરસાદ વધી જશે. દીદીના ગુસ્સાનું સૌથી મોટું કારણ તેમનું ૧૦ વર્ષનું રિપોર્ટ કાર્ડ. દીદી તમે કામ કર્યું છે તો લોકોને બતાવો. જૂના ઉદ્યોગો બંધ અને નવા ઉદ્યોગો માટે રસ્તા બંધ. રોકાણ, વેપારની સંભાવનાઓ બંધ.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ૨ મેના રોજ અહીં માત્ર ડબલ એન્જિનની સરાકર જ બનશે નહીં પરંતુ સીધો ફાયદો આપનારી સરકાર પણ બનશે. બંગાળમાં ભાજપની સરકાર આવ્યા બાદ સૌથી પહેલાં ખેડૂતોના હિતમાં ર્નિણય લેવો પડશે. પહેલી કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન કિસાન સમ્માન નિધિને લાગૂ કરવાનો ર્નિણય લેવાશે.

મમતા સરકાર પર પ્રહારો કરતાં મોદીએ કહ્યું કે તૃણમૂલ સરકાર તો પોતાનામાં જ પશ્ચિમ બંગાળ માટે આપત્તિ સિદ્ધ થયા. માનવતા કહે છે કે જ્યારે કોઇના પર પણ મુસીબત આવે તો મદદનો હાથ આગળ વધારવો જાેઇએ. પરંતુ તૃણમૂલ ના લોકોએ તો મુસીબતને જ કમાણીનું સાધન બનાવી દીધું. મમતાના આરોપો પર વળતો જવાબ આપતા મોદીએ કહ્યું કે દીદીએ કહ્યું છે કે ભાજપની રેલીમાં જે ભીડ હોય છે તે પૈસા માટે ભેગી થાય છે. શું બંગાળનો નાગરિક કયારેય વેચાય શકે છે? અરે આ તો સ્વાભિમાની લોકો છે, આખી અંગ્રેજ સલ્તનત કશું કરી શકી નથી તો બંગાળના લોકોનું. દીદી, બંગાળના લોકોનું અપમાન ના કરો. આ એ જ લોકો છે જેમણે તમને ૧૦ વર્ષ પહેલાં તમને સર-આંખો પર બેસાડ્યા હતા. આજે તમે તેમનું અપમાન કરી રહ્યા છો.

તૃણમૂલ કોંગ્રેસ પર પ્રહાર કરતાં પીએમ મોદીએ કહ્યું કે સિંગૂરની રાજનીતિનો ઉપયોગ કર્યા બાદ આ લોકોએ અહીંના લોકોને અદ્ધરમાં છોડી દીધા. જે સિંગૂરમાં ના ઉદ્યોગ છે, ના એટલી ચાકરી છે અને જે ખેડૂત છે તે વચેટિયાઓથી પરેશાન છે. પીએમે કહ્યું કે આખા દેશમાં આયુષ્યમાન ભારતની અંતર્ગત ગરીબોને ૫ લાખ રૂપિયાની મફત સારવાર મળી રહી છે. પરંતુ દીદીએ આયુષ્યમાન ભારતનો લાભ કોઇ ગરીબને મળવા દીધો નથી. બંગાળનું સંવેદનશીલ સમાજ, તેની કઠોરતાને, આ ર્નિમમતાને જાેઇ પણ રહ્યું છે, સમજી પણ રહ્યું છે.