દિલ્હી-

ઈઝરાયેલી દૂતાવાસ પાસે થયેલા બોંબ વિસ્ફોટ બાદ પોલીસે સ્થળ પરથી મળેલા પૂરાવા એકત્ર કરીને આગળ તપાસ હાથ ધરી છે. આ સ્થળ પરથી મળેલા કવરમાં જે સ્ટેમ્પ પેપર મળ્યો છે. આ ઘટનાના કલાકો પહેલાંના સીસીટીવી ફૂટેજમાં બે શખ્સો કારમાંથી ઉતરતા હોય એમ જણાય છે. પોલીસે તેને પગલે આસપાસની હોટલોની વિગતો એકઠી કરવી શરૂ કરી છે. 

આ વિસ્ફોટમાં એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ થયો હોવાનું જણાય છે. વળી, વિસ્ફોટ સાંજે ઈઝરાયેલી દૂતાવાસ ખાલી થઈ ગયા બાદ કરાયો એ જોતાં આ કાવતરું ડરાવવા માટે અને આંધાધૂંધી ફેલાવવા માટે કરાયું હોય એમ જણાય છે. પોલીસે જે કેબમાંથી બે ઉતારુ ઉતર્યા હતા તેના ડ્રાઈવરને શોધીને તેના વર્ણનને આધારે અહીં ઉતરેલા બે ઉતારુઓનો સ્કેચ બનાવવો શરૂ કરી દીધો છે. વિસ્ફોટના સ્થળે બોલ-બેરીંગ અને તાર મળી આવ્યા છે. ઉપરાંત એક પિંક દૂપટ્ટો મળી આવ્યો છે, જે સળગેલી હાલતમાં હતો. પોલીસ આ સળગેલા પિંક દૂપટ્ટાનું રહસ્ય શોધી રહી છે. વિસ્ફોટના સ્થળે બોલ-બેરીંગ અને તાર ઉપરાંત એક નાની બેટરી મળી આવી હતી, જેનો બોંબ બનાવવામાં ઉપયોગ થતો હોય છે.