દિલ્હી-

પેટ્રોલ-ડિઝલના ભાવો આજકાલ જે રીતે વધી રહ્યા છે અને ખાસ તો સતત જે રીતે વધી રહ્યા છે એ જોઈને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન તાકીને કહ્યું હતું કે, અચ્છેદીન તો આવ્યા નથી પણ હવે તો દરરોજ બૂરે દિન ચાલી રહ્યા છે. પેટ્રોલ-ડિઝલના ભાવો દરરોજ જ વધે છે. આમ નાગરીકોના દરેક દિવસ ખરાબ દિવસ જાય છે. હવે તો બીજી વાત બાજુ પર પણ જો તે દિવસે પેટ્રોલના ભાવો ન વધે તો તેને જ સરકારે અચ્છા દિન તરીકે ઘોષિત કરી દેવો જોઈએ. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ભાજપ સરકારે એવા દિવસને હવે સારો ગણાવવો પડશે, જે દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવો ન વધ્યા હોય.

બે દિવસ પહેલા આવા જ એક ટ્વિટમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે, પેટ્રોલ-ડિઝલમાં ભાવવધારો એ મોદી સરકારના ખોટા નિર્ણયોનું પરીણામ છે, બાકી આંતરરાષ્ટ્રીય ક્રુડ બજારમાં પેટ્રોલિયમની કિંમતો તો યુપીએ સરકારના સમયમાં હતી તેના કરતાં અડધી જ છે.