અમદાવાદ-

સોમવારે સવારે નામદાર હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રાજ્યમાં હાલની કોરોનાની સ્થિતી અંગે રજૂઆત કરી હતી.

ગત વર્ષે લૉકડાઉન એ ભારત સરકારનો નિર્ણય હતો, પરંતુ લૉક ડાઉન એ સોલ્યુશન નથી. લાખો લોકો માઈગ્રેશન થશે રોજે રોજનુ કમાઈ ને ખાતા લોકોને ખૂબ પરેશાની ભોગવવી પડશે. 

દેશના અન્ય રાજયો દિલ્હી મા પણ દસ હજારથી વધુ કેસ આવે છે, અન્ય રાજયો કરતા ગુજરાતમા રેમડીસીવર ઈન્જેકશન નો જથ્થો ગુજરાતમા વધારે છે. રાજય સરકાર અને સમગ્ર વહીવટી તંત્ર અસરકારક કામગીરી કરે છે આરોગ્ય વિભાગના કર્મીઓ એકટીવ રહીને 24×7 કામ કરે છે ડૉકટરોની રીમાર્કેબલ ભૂમિકા ભજવી રહ્યા છે અને નિષ્ણાત તબીબો સમાજને માર્ગદર્શન આપી રહ્યા છે.