ગાંધીનગર-

હવામાન વિભાગે પણ આગામી બે-ત્રણ દિવસમાં ઠંડીનો પારો બે-ત્રણ ડિગ્રી ઘટવાની આગાહી વ્યક્ત કરી છે. બીજી બાજુ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી વધ્યો ઠંડીનો ચમકારો વધ્યો છે. આગામી બે-ત્રણ દિવસમાં ઠંડીમાં ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 10.4 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર છે. અમદાવાદમાં ઠંડીનો પારો 13.3 ડિગ્રી પર પહોંચ્યો છે તો નલિયા અને વલસાડમાં ઠંડીનો પારો 11 ડિગ્રી પર પહોંચ્યો છે. રાજકોટ અને વડોદરામાં ઠંડીનો પારો 13.6 ડિગ્રી સુધી રહ્યો છે. તો ભાવનગરમાં 14.6, ભૂજમાં 15.3 ડિગ્રી તાપમાન રહ્યું છે. સુરતમાં ઠંડીનો પારો 17.4 ડિગ્રી સુધી રહ્યો છે. એકંદરે હવે રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનું જોર ઘટી રહ્યું છે. ત્યારે જમ્મુ-કશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાથી ચારેય તરફ બરફની ચાદર છવાઈ છે. મોટા ભાગના શહેરોમાં માઈનસ પાંચ ડિગ્રીથી પણ નીચે તાપમાન પહોંચી ગયું છે. તો મોટા ભાગના હિલ સ્ટેશનોમાં પણ ઠંડીનો પારો શૂન્યની નીચે નોંધાયો છે.