કોરોના મહામારી રોજેરોજ એનો વિકરાળ પંજાે વધુ ને વધુ ફેલાવતો જાય છે. શહેરી વિસ્તારોની જેમ જ ગ્રામ્ય વિસ્તારોમાં પણ રોજે રોજે સંેકડો દર્દીઓ મરણને શરણ જઈ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો સારવારની સુવિધાઓ પણ લગભગ શૂન્ય અથવા તો ખખડધજ છે. આથી કોરોનાનું જાેખમ અહીં વધુ છે. જ્યાં સ્મશાનો છે ત્યાં ખંડેર જેવી હાલત છે અને કેટલાક ગામોના પાદરમાં ખૂલ્લામાં ચિતાઓની કતારો ખડકાય છે અને અંતિમવિધિઓ કરાય છે. જિલ્લાના સ્થાપિત રાજકારણીઓ હાલ ચૂંટણી નહીં હોવાને કારણે સ્વાભાવિક રીતે સાવ નિષ્ક્રિય છે.